ચરાડુ ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિરની તપાસ, સુવિધાઓ સુધારવા સૂચનાઓ અપાઈ
મહેસાણા, 02 એપ્રિલ (હિ.સ.) મહેસાણા તાલુકાના ચરાડુ ગામ ખાતે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિરની આજે મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સ્થિતિ અને ઉપલબ્ધ સુવિધાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ તબીબી સાધનો, દવાઓનો જથ્થો,
ચરાડુ ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિરની તપાસ, સુવિધાઓ સુધારવા સૂચનાઓ અપાઈ


ચરાડુ ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિરની તપાસ, સુવિધાઓ સુધારવા સૂચનાઓ અપાઈ


મહેસાણા, 02 એપ્રિલ (હિ.સ.) મહેસાણા તાલુકાના ચરાડુ ગામ ખાતે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિરની આજે મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સ્થિતિ અને ઉપલબ્ધ સુવિધાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ તબીબી સાધનો, દવાઓનો જથ્થો, સ્વચ્છતા તેમજ દર્દીઓ માટેની સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું.

મુલાકાત દરમિયાન ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના લોકોને સમયસર અને ગુણવત્તાસભર સારવાર મળી રહે તે બાબતે ભાર મૂકવામાં આવ્યો. આરોગ્ય કેન્દ્રમાં આવનારા દર્દીઓની સંખ્યા, સારવાર પ્રક્રિયા અને સ્ટાફની કામગીરી અંગે માહિતી મેળવી જરૂરી સુધારા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

સંબંધિત અધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓને સેવા વધુ અસરકારક બનાવવા, સ્વચ્છતા જાળવવા અને દર્દીઓ સાથે સહાનુભૂતિપૂર્વક વર્તણૂક રાખવા માટે માર્ગદર્શન અપાયું. ઉપરાંત, જરૂરી તબીબી સાધનો અને સ્ટાફની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી.

આ મુલાકાતનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાનો છે, જેથી સામાન્ય નાગરિકોને નજીકમાં જ ઉત્તમ સારવાર મળી રહે અને આરોગ્ય સુવિધાઓ પ્રત્યે વિશ્વાસ વધે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande