મહેસાણામાં વિકાસ કાર્યોને મળ્યો વેગ, મિનરલ વોટર પ્લાન્ટનું લોકાર્પણ
મહેસાણા, 02 એપ્રિલ (હિ.સ.) મહેસાણા શહેરના સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ્સને આજે નવી દિશા મળી છે. આયોજિત લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન શહેરમાં નાગરિક સુવિધાઓ વધારવાના હેતુસર અનેક મહત્વપૂર્ણ કાર્યોનું ઉદ્ઘાટન
મહેસાણામાં વિકાસ કાર્યોને મળ્યો વેગ, મિનરલ વોટર પ્લાન્ટનું લોકાર્પણ


મહેસાણામાં વિકાસ કાર્યોને મળ્યો વેગ, મિનરલ વોટર પ્લાન્ટનું લોકાર્પણ


મહેસાણા, 02 એપ્રિલ (હિ.સ.) મહેસાણા શહેરના સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ્સને આજે નવી દિશા મળી છે. આયોજિત લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન શહેરમાં નાગરિક સુવિધાઓ વધારવાના હેતુસર અનેક મહત્વપૂર્ણ કાર્યોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જણાવાયું કે નાગરિકોને સસ્તા દરે શુદ્ધ પીવાનું મિનરલ પાણી ઉપલબ્ધ કરાવવું, યુવા પેઢી માટે આધુનિક લાયબ્રેરીની સુવિધા ઊભી કરવી તેમજ શહેરના છેવાડાના વિસ્તારોમાં પાણીની અછત દૂર કરવી તે મુખ્ય પ્રાથમિકતાઓ છે. આ દિશામાં મોઢેરા ચોકડી અને રાધનપુર ચોકડી ખાતે મિનરલ વોટર પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેનાથી સ્થાનિક નાગરિકોને મોટી રાહત મળશે.

આ કાર્યક્રમમાં ભાજપા શહેર પ્રમુખ કિરણસિંહ રાણા, જિલ્લા મહામંત્રી ચંદ્રકાંતભાઈ પટેલ સહિત જિલ્લાના અને શહેરના અનેક પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

નગરજનો માટે સુવિધાસભર અને આધુનિક મહેસાણા બનાવવાના હેતુસર મહાનગરપાલિકા સતત પ્રયાસરત છે, અને આવનારા સમયમાં પણ આવા વિકાસ કાર્યોને વધુ ગતિ આપવામાં આવશે તેવી ખાતરી વ્યક્ત કરવામાં આવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande