પાકિસ્તાનમાં મુનીર સાથે મુલાકાત કર્યા બાદ અરાઘચી રશિયા રવાના, પુતિન સાથે કરશે મુલાકાત
ઈસ્લામાબાદ, નવી દિલ્હી, 27 એપ્રિલ (હિ.સ.). તેહરાને વોશિંગ્ટન સાથેના યુદ્ધનો અંત લાવવા માટે પોતાના રાજદ્વારી પ્રયાસો તેજ કર્યા છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ફિલ્ડ માર્શલ આસિમ મુનીર સાથેની મુલાકાત બાદ રવિવારે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી
ઈસ્લામાબાદમાં ફિલ્ડ માર્શલ આસિમ મુનીર અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી


ઈસ્લામાબાદ, નવી દિલ્હી, 27 એપ્રિલ (હિ.સ.). તેહરાને વોશિંગ્ટન સાથેના યુદ્ધનો અંત લાવવા માટે પોતાના રાજદ્વારી પ્રયાસો તેજ કર્યા છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ફિલ્ડ માર્શલ આસિમ મુનીર સાથેની મુલાકાત બાદ રવિવારે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા માટે રશિયા રવાના થયા હતા. અરાઘચી ઓમાનથી પરત ફરીને ફરીથી ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. તેમણે ઓમાનના સુલતાન હૈથમ બિન તારિકને સમગ્ર સ્થિતિથી માહિતગાર કર્યા હતા.

અલ જઝીરા, દુનિયા ન્યૂઝ અને સીએનએનના અહેવાલ મુજબ, આસિમ મુનીર અને અરાઘચીની મુલાકાત અંગે ઈરાનના સરકારી મીડિયાએ કોઈ ચર્ચા કરી નથી. પાકિસ્તાનના એક રાજદ્વારી સ્ત્રોતે ચોક્કસપણે જણાવ્યું છે કે, સંભવતઃ આગામી વાતચીતમાં ચોક્કસપણે કોઈને કોઈ ઉકેલ આવી શકે છે. વાટાઘાટોના આગામી રાઉન્ડમાં ઈરાન અને અમેરિકા સિવાય ખાડી દેશોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે.

ઈરાનના સરકારી મીડિયા અનુસાર, વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી રશિયામાં સોમવારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે. આ મુલાકાતમાં વાતચીતની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. આ પહેલા, આ સપ્તાહના અંતે અરાઘચી પાકિસ્તાન અને ઓમાનમાં મહત્વના મધ્યસ્થીઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. અરાઘચીએ અગાઉ કહ્યું હતું કે તે સ્પષ્ટ નથી કે વોશિંગ્ટન રાજદ્વારી બાબતોને લઈને ખરેખર ગંભીર છે કે નહીં, કારણ કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના દૂતોની પાકિસ્તાન મુલાકાતની યોજના રદ કરી દીધી છે.

ટ્રમ્પે કહ્યું કે, વાતચીત ફોન પર ચાલુ રહેશે. આ વાત તેમણે ત્યારે કહી જ્યારે ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકી વાટાઘાટકારો સાથે સીધી મુલાકાત કરવાનો ઇનકાર કરી દીધો. ટ્રમ્પે રવિવારે કહ્યું, જો તેઓ વાત કરવા માંગતા હોય, તો તેઓ અમારી પાસે આવી શકે છે, અથવા તેઓ અમને ફોન કરી શકે છે. તેમણે આ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો કે યુદ્ધ ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ જશે.

ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે, તેહરાને યુદ્ધનો કાયમી અંત લાવવાના ઉદ્દેશ્ય સાથે એક વ્યવહારુ માળખાના સંબંધમાં પોતાનો પક્ષ રજૂ કર્યો છે. હવે એ જોવાનું બાકી છે કે શું અમેરિકા ખરેખર રાજદ્વારી પ્રક્રિયાને આગળ વધારવા પ્રત્યે ગંભીર છે. ઉલ્લેખનીય છે કે, ઈસ્લામાબાદની તેમની અગાઉની મુલાકાત દરમિયાન ઈરાની વિદેશ મંત્રીએ વડાપ્રધાન શહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ આસિમ મુનીર સાથે મુલાકાત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande