મહેસાણામાં દિવ્ય સત્સંગ પ્રવચન: ધારાસભ્ય મુકેશ પટેલે લીધી સત્સંગવાણીનો લાભ
મહેસાણા,05 એપ્રિલ (હિ.સ.) : મહેસાણા મુકામે આયોજિત દિવ્ય સત્સંગ પ્રવચન કાર્યક્રમમાં ધારાસભ્ય મુકેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ આધ્યાત્મિક કાર્યક્રમ દરમિયાન તેમણે પરમ પૂજ્ય સદ્ગુરુ સ્વામીશ્રી કૃષ્ણાનંદજી મહારાજ ના શ્રીમુખેથી સત્સંગવાણી શ્રવણ કર
મહેસાણામાં દિવ્ય સત્સંગ પ્રવચન: ધારાસભ્ય મુકેશ પટેલે લીધી સત્સંગવાણીનો લાભ


મહેસાણા,05 એપ્રિલ (હિ.સ.) : મહેસાણા મુકામે આયોજિત દિવ્ય સત્સંગ પ્રવચન કાર્યક્રમમાં ધારાસભ્ય મુકેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ આધ્યાત્મિક કાર્યક્રમ દરમિયાન તેમણે પરમ પૂજ્ય સદ્ગુરુ સ્વામીશ્રી કૃષ્ણાનંદજી મહારાજ ના શ્રીમુખેથી સત્સંગવાણી શ્રવણ કરવાનો પવિત્ર લ્હાવો પ્રાપ્ત કર્યો હતો.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તજનો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સત્સંગ દરમિયાન સદ્ગુરુએ જીવનમાં સદાચાર, સંયમ અને આધ્યાત્મિકતાના મહત્વ અંગે પ્રેરણાદાયક પ્રવચન આપ્યું હતું. તેમની વાણીથી હાજર તમામ શ્રોતાઓમાં નવી ચેતના અને આત્મિક શાંતિનો અનુભવ થયો હતો.

ધારાસભ્ય મુકેશ પટેલે પણ ભક્તો સાથે બેઠા રહી સત્સંગનો આનંદ માણ્યો અને આ પવિત્ર ક્ષણોને યાદગાર ગણાવી. તેમણે જણાવ્યું કે આવા ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમો માનવીને આંતરિક શાંતિ સાથે નવી ઊર્જા આપે છે અને સમાજમાં સકારાત્મકતા ફેલાવે છે.

આ કાર્યક્રમમાં જોડાઈને સૌએ ભક્તિભાવ સાથે એકતા અને આધ્યાત્મિકતા નો સંદેશ મજબૂત બનાવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande