માંડવી નજીક ખુલ્લી જગ્યામાં, ચાલી રહેલો જુગાર પર્દાફાશ: LCB ની રેડમાં 6 ઝડપાયા, લાખોનો મુદ્દામાલ જપ્ત
કચ્છ, 06 એપ્રિલ (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) સતત સક્રિય બની રહી છે. તે અંતર્ગત માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારના એક ગણનાપાત્ર કેસનો ભાંડાફોડ કરવામાં આવ્યો છે. વિશ્
Mandvi


કચ્છ, 06 એપ્રિલ (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) સતત સક્રિય બની રહી છે. તે અંતર્ગત માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારના એક ગણનાપાત્ર કેસનો ભાંડાફોડ કરવામાં આવ્યો છે. વિશ્વસનીય બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે.

માહિતી મુજબ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ જુગારની બદી સામે કડક કાર્યવાહી કરવા માટે ટીમને સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને LCBના પોલીસ કર્મચારીઓ મસ્કા ગામ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હતા, ત્યારે ખાનગી સૂત્રો દ્વારા બાતમી મળી હતી કે બાગ ગામની નજીક સ્મશાન પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો રૂપિયા-પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે.

બાતમીને આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર રેડ યોજી હતી. રેડ દરમિયાન છ વ્યક્તિઓ ગંજીપાના પત્તા વડે જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે તમામ આરોપીઓને કાયદેસર રીતે કસ્ટડીમાં લઈ તેમની પાસે થી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પકડાયેલા આરોપીઓમાં મનસુખ કાકુભાઇ મોતા (ઉંમર 68), ભરત મોહનલાલ મોતા (ઉંમર 43), ખીમજી ભીમજી મોતા (ઉંમર 60), નારણ દેવજી મોતા (ઉંમર 62), રાજેશ વેલજી રાજગોર (ઉંમર 56) અને વાઘજી નારણ જોષી (ઉંમર 60)નો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ માંડવી તાલુકાના બાગ વાડી વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

પોલીસ દ્વારા સ્થળ પરથી કુલ રૂ. 1,97,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે, જેમાં રૂ. 21,500 રોકડ, 52 ગંજીપાના પત્તા, 6 મોબાઇલ ફોન અને એક ઓટો રિક્ષા સાથે ત્રણ ટુ-વ્હીલરનો સમાવેશ થાય છે.

આ સમગ્ર મામલે માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી જુગાર અધિનિયમની કલમ 12 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ છે અને આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાની કાર્યવાહી યથાવત રાખવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande