
જામનગર, 05 એપ્રિલ (હિ.સ.) :
જામનગરના પૂર્વ કોર્પોરેટરની હત્યા પ્રયાસ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા પૂર્વ વિરોધપક્ષના નેતા અલ્તાફ ગફારભાઈ ખફીની નિયમિત જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.
ગત તા.29.12.2025ના રોજ કોર્પોરેટર અસલમ ખીલજી પર ભીડ ભંજન મંદિર પાસે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં અનેક આરોપીઓ દ્વારા હથિયારો વડે હુમલો થયો હતો. આ મામલે સિટી-બી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જેમાં મુખ્ય કાવતરાખોર તરીકે અલતાફ ખફીનું નામ જાહેર થયું હતું.
જે આરોપો અલ્તાફ ખફીએ જામીન માટે અરજી કરતાં રાજકીય દ્વેષનો આક્ષેપ કર્યો હતો, જ્યારે સરકાર પક્ષે તેમને મુખ્ય સૂત્રધાર ગણાવી જામીનનો વિરોધ કર્યો હતો.આખરે બન્ને પક્ષોની દલીલોને ધ્યાનમાં લઈ સેશન્સ કોર્ટે આરોપી અલતાફ ખફીની જામીન અરજી ફગાવી દીધી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt