મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણી: ભાજપ ઉમેદવારી પ્રક્રિયામાં નેતાઓ ઉપસ્થિત
મહેસાણા, 05 એપ્રિલ (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી પ્રક્રિયા યોજાઈ હતી. આ પ્રસંગે નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહી ઉમેદવારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળવામાં આવી હત
મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણી: ભાજપ ઉમેદવારી પ્રક્રિયામાં નેતાઓ ઉપસ્થિત


મહેસાણા, 05 એપ્રિલ (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી પ્રક્રિયા યોજાઈ હતી. આ પ્રસંગે નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહી ઉમેદવારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળવામાં આવી હતી.

કાર્યક્રમમાં મંત્રી ડૉ. પદ્યુમનભાઈ વાજા તેમજ પૂર્વ જિલ્લા મહામંત્રી કચ્છના જયસુખભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બંને આગેવાનોએ ઉમેદવારોની વાતોને ગંભીરતાથી સાંભળી પક્ષની મર્યાદા અને નિયમો મુજબ યોગ્ય પસંદગી પ્રક્રિયા આગળ વધારવાની દિશામાં માર્ગદર્શન આપ્યું હતું.

ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન પક્ષના કાર્યકરો અને આગેવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વિવિધ વિસ્તારોમાંથી આવેલા ઉમેદવારોએ પોતાની કામગીરી, અનુભવ અને સ્થાનિક વિકાસ માટેની યોજના રજૂ કરી હતી.

આ પ્રસંગે નેતાઓએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા પારદર્શક અને ન્યાયસંગત પદ્ધતિથી ઉમેદવારોની પસંદગી કરે છે, જેથી જનતા માટે યોગ્ય પ્રતિનિધિઓ ઉભા થઈ શકે. મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં પક્ષ મજબૂત સ્થિતિ સાથે મેદાનમાં ઉતરશે તેવી વિશ્વાસભરી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande