પાટણના ચાણસ્મા નજીક ગેસ્ટ હાઉસમાં દેહવ્યાપારનો ભાંડાફોડ
પાટણ, 05 એપ્રિલ (હિ.સ.) : પાટણ SOG પોલીસે ચાણસ્મા-હારીજ હાઇવે પર આવેલા સૂર્યા ગેસ્ટ હાઉસમાં શનિવારે સાંજે દરોડો પાડી દેહવ્યાપાર ચલાવતા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે સાંજે લગભગ 6 વાગ્યે પંચોની હાજરીમાં રેડ કરવામાં આવ
ચાણસ્મા નજીક ગેસ્ટ હાઉસમાં દેહવ્યાપારનો ભંડાફોડ


પાટણ, 05 એપ્રિલ (હિ.સ.) : પાટણ SOG પોલીસે ચાણસ્મા-હારીજ હાઇવે પર આવેલા સૂર્યા ગેસ્ટ હાઉસમાં શનિવારે સાંજે દરોડો પાડી દેહવ્યાપાર ચલાવતા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે સાંજે લગભગ 6 વાગ્યે પંચોની હાજરીમાં રેડ કરવામાં આવી, જેમાં રૂમમાંથી કેટલીક મહિલાઓ અને પુરુષોને ઝડપી પાડવામાં આવ્યા.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે બહારથી મહિલાઓને બોલાવી અનૈતિક દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. તપાસ દરમિયાન મંડલોપ ગામના વાલ્મિકી રસિક સોમાભાઈ આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતો હોવાનું સામે આવ્યું છે, તેમજ ગેસ્ટ હાઉસમાં પથિક રજિસ્ટરની નોંધ પણ રાખવામાં આવી ન હતી.

એસ.ઓ.જી. પી.એસ.આઈ. એ.પી. ઠાકોરની ફરિયાદના આધારે ચાણસ્મા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande