મહેસાણામાં રોડ સેફ્ટી અભિયાન: આરટીઓ ટીમે નુગર ગામ અને સીવાલા સર્કલ પર જનજાગૃતિ ફેલાવી
મહેસાણાt, 05 એપ્રિલ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં રોડ સેફ્ટી અંતર્ગત આરટીઓ ટીમ દ્વારા આજે નુગર ગામ અને સીવાલા સર્કલ વિસ્તારમાં જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરીને લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્ય
મહેસાણામાં રોડ સેફ્ટી અભિયાન: આરટીઓ ટીમે નુગર ગામ અને સીવાલા સર્કલ પર જનજાગૃતિ ફેલાવી


મહેસાણાt, 05 એપ્રિલ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં રોડ સેફ્ટી અંતર્ગત આરટીઓ ટીમ દ્વારા આજે નુગર ગામ અને સીવાલા સર્કલ વિસ્તારમાં જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરીને લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.

આ પ્રસંગે આરટીઓ અધિકારીઓ અને ટીમના સભ્યો દ્વારા રસ્તા પર પસાર થતા રાહદારીઓ, સ્કૂલ વાનના ડ્રાઇવરો તેમજ રિક્ષા ચાલકોને રોકીને તેમને રોડ સેફ્ટીના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું હતું. ખાસ કરીને હેલ્મેટ પહેરવાની ફરજ, સીટબેલ્ટનો ઉપયોગ, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો અને નશાની હાલતમાં વાહન ન ચલાવવું જેવી બાબતો પર વિશેષ ભાર મૂકાયો હતો. સાથે સાથે લોકોને સમજણ આપવા માટે માહિતીપ્રદ પેમ્પલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પેમ્પલેટમાં ટ્રાફિક નિયમો અને સલામત ડ્રાઇવિંગ માટેની જરૂરી સૂચનાઓ સમાવિષ્ટ હતી.

સ્થાનિક લોકોએ પણ આ અભિયાનને સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. આરટીઓ ટીમે જણાવ્યું કે આવનારા સમયમાં પણ આવા જાગૃતિ કાર્યક્રમો ચાલુ રાખવામાં આવશે જેથી માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવી શકાય અને લોકોનું જીવન વધુ સુરક્ષિત બની શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande