મહેસાણામાં મહાસંપર્ક અભિયાન: ધારાસભ્ય મુકેશ પટેલે મતદારો સાથે કર્યો સીધો સંવાદ
મહેસાણા, 05 એપ્રિલ (હિ.સ.) : મહેસાણા મહાનગરમાં આજે વોર્ડ-૮ વિસ્તારમાં મહાસંપર્ક અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાન દરમિયાન તેમણે સ્થાનિક મતદારો સાથે સીધો સંપર્ક સાધીને તેમની સમસ્યાઓ
વોર્ડ-૮માં મહાસંપર્ક અભિયાન: ધારાસભ્ય મુકેશ પટેલે મતદારો સાથે કર્યો સીધો સંવાદ


મહેસાણા, 05 એપ્રિલ (હિ.સ.) : મહેસાણા મહાનગરમાં આજે વોર્ડ-૮ વિસ્તારમાં મહાસંપર્ક અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાન દરમિયાન તેમણે સ્થાનિક મતદારો સાથે સીધો સંપર્ક સાધીને તેમની સમસ્યાઓ, સૂચનો અને અભિપ્રાયો જાણ્યા હતા.

ધારાસભ્યએ ભાજપ સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી વિવિધ પ્રજાહિતેષી નીતિઓ અને કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર હંમેશા સામાન્ય જનતાના હિતને પ્રથમ સ્થાન પર રાખીને વિકાસકાર્યો આગળ ધપાવી રહી છે. આરોગ્ય, શિક્ષણ, પાણી, માર્ગ વ્યવસ્થા સહિતના ક્ષેત્રોમાં સતત વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે.

આ પ્રસંગે કાર્યકરો અને સ્થાનિક નાગરિકોમાં ઉત્સાહભેર હાજરી જોવા મળી હતી. ધારાસભ્ય મુકેશ પટેલે તમામ મતદારોને આવનારા સમયમાં પણ સરકારની યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. સાથે સાથે તેમણે જણાવ્યું કે જનસેવા અને વિકાસ એ જ ભાજપ સરકારનો મુખ્ય સંકલ્પ છે.

મહાસંપર્ક અભિયાન દ્વારા સરકાર અને જનતા વચ્ચે સીધો સંવાદ મજબૂત બન્યો હોવાનું સ્થાનિક લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande