પોરબંદર તાલુકા માટે NMEO-ઓઇલસીડ યોજના અંતર્ગત વેલ્યુ ચેઈન પાર્ટનર્સની અરજીઓ મંગાવવામાં આવી.
પોરબંદર, 01 મે (હિ.સ.) ભારત સરકાર દ્વારા વર્ષ 2026-27દરમિયાન તેલીબિયાંના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ-ઓઇલસીડ (NMEO-Oilseed) યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ કેન્દ્ર પુરસ્કૃત યોજના હેઠળ પોરબંદર તાલુકામાં વેલ્યુ ચેઈન પાર
પોરબંદર તાલુકા માટે NMEO-ઓઇલસીડ યોજના અંતર્ગત વેલ્યુ ચેઈન પાર્ટનર્સની અરજીઓ મંગાવવામાં આવી.


પોરબંદર, 01 મે (હિ.સ.) ભારત સરકાર દ્વારા વર્ષ 2026-27દરમિયાન તેલીબિયાંના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ-ઓઇલસીડ (NMEO-Oilseed) યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ કેન્દ્ર પુરસ્કૃત યોજના હેઠળ પોરબંદર તાલુકામાં વેલ્યુ ચેઈન પાર્ટનર્સ (VCPs) તરીકે કામગીરી કરવા માટે પાત્રતા ધરાવતી સંસ્થાઓ પાસેથી ઓફલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે.

આ પ્રક્રિયામાં જોડાવા ઈચ્છતા FPOs, સહકારી મંડળીઓ, જાહેર નિગમો તેમજ કાર્યરત APMC જેવી સંસ્થાઓએ 01/05/2026 થી 07/05/2026 સુધીમાં પોતાની અરજી કરવાની રહેશે. આ યોજના અંતર્ગત નિયત લાયકાત ધરાવતી સંસ્થાઓએ કામગીરીની વિગતો, જરૂરી ડોક્યુમેન્ટ્સ અને અરજી કરવાની પદ્ધતિ વિશે વધુ માહિતી મેળવવા માટે વિસ્તરણ અધિકારી (ખેતી) અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી, પોરબંદરનો રૂબરૂ સંપર્ક સાધવાનો રહેશે. નિયત સમયમર્યાદામાં આવેલી અરજીઓને જ ધ્યાને લેવામાં આવશે તેની ખાસ નોંધ લેવી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande