નિવૃત શિક્ષકના અવસાન બાદ સહકારી મંડળી દ્વારા તેમના વારસદારને સહાય અર્પણ
પાટણ, 02 મે (હિ.સ.)ચાણસ્મા તાલુકાના નિવૃત પ્રાથમિક શિક્ષકોની નાણાં ધિરનારી સહકારી મંડળીના સભાસદ ગણેશભાઈ રેવાભાઈ ચૌધરીના અવસાન બાદ મંડળી દ્વારા તેમના વારસદારને ₹39,600ની મૃત્યુ સહાય આપવામાં આવી હતી. આ એક માનવતા ની ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું હતું.

આ સહાયની રકમ મંડળીના 198 સભાસદોમાંથી પ્રત્યેક દીઠ ₹200 ઉઘરીને એકત્રિત કરવામાં આવી હતી, જે સહકાર અને એકતાનું ઉદાહરણ છે. આવી રીતે જો લોકો ને મદદ મળે તો ખરેખર જ સારી બાબત માનવામાં આવે છે.

મૃતકના પુત્ર દિનેશભાઈ ગણેશભાઈ ચૌધરીને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંડળીના પ્રમુખ નાગજીભાઈ દરબાર સહિત અન્ય આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મૃતક ના પરિવાર ના લોકોએ મંડળી નો આભાર માન્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande