
ગીર સોમનાથ, 02 મે (હિ.સ.) : કોડીનારની પવિત્ર ધરા પર, ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ સમૂહ લગ્ન આયોજન મંડળ દ્વારા આયોજિત આ મંગલ પ્રસંગ એટલે સમાજની એકતા, સંસ્કાર અને ભવ્ય પરંપરાનો અદભૂત ત્રિવેણી સંગમ! ચૌહાણની ખાણ, તા. કોડીનાર (ગીર સોમનાથ) ખાતે સમાજના ખૂણે-ખૂણેથી ઉમટી પડેલા હજારો ભાઈઓ-બહેનોની સાક્ષીમાં જ્યારે ૨૨૦ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ત્યારે એક અદભૂત દ્રશ્ય સર્જાયું. આ વિશાળ મેદની આપણી સામાજિક શક્તિ અને સંગઠનનો પરચો છે.
સમૂહ લગ્ન એ માત્ર ખર્ચ બચાવવાનું સાધન નથી, પણ સમાજમાં સમરસતા અને એકતા સ્થાપવાનું સબળ માધ્યમ છે.
લગ્નના બિનજરૂરી ખર્ચ ટાળીને એ જ નાણાં આપણા સંતાનોના ઉચ્ચ શિક્ષણમાં વાપરીએ. જો શિક્ષણનું સ્તર ઊંચું આવશે, તો જ આપણો સમાજ પ્રગતિના નવા શિખરો સર કરશે.
નવદંપતીઓને સુખી, સમૃદ્ધ અને અખંડ સૌભાગ્યવતી દાંપત્ય જીવનના ખૂબ ખૂબ આશીર્વાદ.
વાલીઓને સમાજહિતમાં સાદગીપૂર્ણ અને પ્રેરણાદાયી નિર્ણય લેવા બદલ અભિનંદન.
રાત-દિવસ એક કરીને આટલું ભવ્ય આયોજન સફળ બનાવનાર કોડીનાર આયોજન મંડળના તમામ કર્મઠ સભ્યોની નિષ્ઠાને કોટિ-કોટિ વંદન.
વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ.
એકતા અને સાદગીનો જીવંત સંદેશ.
આવો, આપણે સૌ સાથે મળીને આ ભવ્ય મહોત્સવને વધાવીએ અને સમાજની એકતાને વધુ મજબૂત બનાવીએ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ