
પોરબંદર, 01 મે (હિ.સ.) : આગામી સમયમાં ડીસ્ટ્રીકટ લેવલની 20-20 ટુર્નામેન્ટનું આયોજન થનાર છે ત્યારે આ ટુર્નામેન્ટ માટે પોરબંદર ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસો.ની ટીમની જાહેરાત કરવામાં આવી છે. પોરબંદર ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસો. ટીમમાં મોહિત ગોરાણીયા, નિહાલ ચૌધરી, માનવ પ્રજાપતિ, પ્રતીક રાઠોડ, યુવરાજ ડોડીયા, દેવેન્દ્ર પોરીયા, પરીન શાહ, વિનોદ સિયાની, અર્જુન બારીયા, દેવર્ષ મેહતા, સ્નેહ સલેટ, માનવ પરમાર, સાગર પરમાર, આકાશ સિંગરખીયા, ભાર્ગવ સોનેરી, રાજ યાદવ, શ્વાન શેરજી અને પ્રીત મોનાણીના નામની ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસો.ના સેક્રેટરી હિતેશ સોનેરીએ જાહેરાત કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya