માધવપુર ગામે જુના મનદુઃખને લઈ ને બે પરિવાર વચ્ચે મારામારી
પોરબંદર, 01 મે (હિ.સ.) : પોરબંદરના માધવપુરમાં રહેતા અલ્તાફ ઇસ્માઈલભાઈ ઈસ્બાણીને તેની પત્ની ખુશ્બુ સાથે કોઈ વાતે ઝઘડો થયો હતો જેથી ખુશ્બુ રિસામણે તેના પિયર રહેતી હતી. આ બાબતે પારિવારિક ઝઘડો વધતા સામસામી મારા મારી થતા મામલો પોલીસ મથક પહોંચ્યો હતો. જે
માધવપુર ગામે જુના મનદુઃખને લઈ ને બે પરિવાર વચ્ચે મારામારી


પોરબંદર, 01 મે (હિ.સ.) : પોરબંદરના માધવપુરમાં રહેતા અલ્તાફ ઇસ્માઈલભાઈ ઈસ્બાણીને તેની પત્ની ખુશ્બુ સાથે કોઈ વાતે ઝઘડો થયો હતો જેથી ખુશ્બુ રિસામણે તેના પિયર રહેતી હતી. આ બાબતે પારિવારિક ઝઘડો વધતા સામસામી મારા મારી થતા મામલો પોલીસ મથક પહોંચ્યો હતો. જેથી પોલીસે બંને પક્ષની સામસામી મારામારીની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દાખલ થયેલ ફરિયાદ મુજબ માધવપુરમાં રહેતા અલ્તાફ ઈસ્માઈલભાઈ ઈસ્બાણીને તેની પત્ની ખુશ્બુ સાથે કોઈ વાતે ઝઘડો થયો હતો જે કેસ હાલ ચાલુ છે જે કેસ દાખલ થયા બાદ ખૂશ્બુના બનેવી નિઝામ જુમા ભેસલીયા ખુશ્બુને તેની મોટરસાયકલ પર બેસાડી અલ્તાફના ઘર પાસેથી નીકળતા હતા ત્યારે અલ્તાફ અને નિઝામ વચ્ચે મારા મારી થઈ હતી. આ મામલે અલ્તાફે દાખલ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેને તેની પત્ની ખુશ્બુ સાથે અગાઉ મારા-મારી ઝગડો થયેલ હોય જેનો કેસ ચાલુ હોય અને તેની પત્ની ખુશ્બુ રીસામણે જતી રહેલ હોય જેથી ફરીયાદીની પત્ની ખુશ્બુને તેના બનેવી નિઝામ તેની મોટર સાયકલમા બેસાડી નિકળેલ હોય જેથી અલ્તાફે નિઝામને પોતાના ઘર પાસેના રસ્તેથી નિકળવાની ના પાડવા છતા નિઝામે ફરી પાછો તેની મોટર સાયકલ લઈને ફરીયાદીના ઘર પાસેથી નિકળતા અલ્તાફે નિઝામને રોકાવી નિકળવાની ના પાડતા નિઝામ ઉશ્કેરાય જઈ જેમ ફાવે તેમ ભુડી ગાળો બોલી બોલાચાલી ઝગડો કરી વાસના લાકડા ધોકા વડે ફરીયાદીને બન્ને હાથમા તથા પાછળ પીઠના ભાગે માર મારી ઈજા કરી જોરથી ધક્કો મારી દીવાલ સાથે

અથડાવી માથાના ભાગે ચાર ટાંકા જેટલી ઈજા કરી તેમજ સાહેદ ફૈજલેને આફ્રિદી જુસબ ખરાઈને લાકડાના ધોકા વડે ડાબા હાથની કોણી પાસે એક ઘા મારી લોહી નિકળતી ઈજા કરી બન્ને આરોપીઓ ફરીયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી ગુન્હો કરવામાં એકાબીજાને મદદગારી કરી હોવાની ફરિયાદ દાખલ કરી છે તો સામે નિઝામે અલ્તાફ તથા તેની પત્ની ખુશ્બુને અગાઉ માથાકુટ ઝગડો થતા તે રીસામણે છે.

તેણે પોતાની સાળી સાહેદ ખુશ્બુને તેની મોટર સાયકલમા બેસાડી અલ્તાફને ઘર પાસેથી નિકળતા અલ્તાફે હવે પછી આ રસ્તેથી નિકળતો નહી તેમ કહેતા નીકળી ગયા હતા અને ખુશ્બુને માધવપુર બસ સ્ટેન્ડે મુકી ફરીથી અલ્તાફના ઘર પાસેથી જાહેર રસ્તેથી નિકળતા અલ્તાફે મોટર સાયકલ રોકાવી કહેલ કે આ રસ્તો મારા બાપાનો છે અહીથી કેમ નિકળેલ તેમ કહી બોલાચાલી ઝગડો કરી, ભુંડી ગાળો બોલતા નિઝામે ભુંડી ગાળો બોલવાની ના પાડતા અલ્તાફ એકદમ ઉશ્કેરાય જઈ તેના હાથમા રહેલ લાકડાના ધોકાથી નિઝામને બન્ને હાથમા તથા જમણા પગમા તથા પીઠના પાછળના ભાગે માર મારી ઈજા કરી ઝપાઝપી કરી નિચે પાડી દઈ જમણા પગના ગોઠણના ભાગે તથા જમણા હાથની આંગળીમા છોલાણ જેવી ઈજા કરી સાહેદ આફ્રીદી ફરીયાદીને બચાવવા વચ્ચે પડતા ફેજલે આફ્રિદીને ધક્કો મારી નીચે પાડી દઈ મુંઢ ઈજા કરી જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલી બંન્ને આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી ગુન્હો કરવામાં એકાબીજાને મદદગારી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande