
ગીર સોમનાથ 1 મે (હિ.સ.) ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત દિલ્હીથી સોમનાથ પધારેલા ભાવિકો તેઓના નિર્ધારીત ઉતારાના સ્થળે પહોંચી જાય તે માટે રેલવે સ્ટેશન ખાતેથી લક્ઝરી બસની સુવિધા કરવામાં આવી છે. રુટ વાઈઝ નક્કી કરેલી આ બસ ભાવિક ભક્તોને તેના ગંતવ્યસ્થાને પહોંચાડી દે છે.
આ સિવાય યાત્રાળુઓ ફ્રેશ થઈ જાય ત્યારબાદ સોમનાથ મંદિર ખાતે દર્શન, લેઝર-શો નિદર્શન તેમજ ત્રિવેણી સંગમ, ગીતામંદિર સહિતના સ્થળોએ સરળતાથી પહોંચે તે માટે પણ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુજરાતના શ્રદ્ધાના કેન્દ્ર એવા ભગવાન સોમનાથના દર્શને પધારતા યાત્રાળુઓ, આ પ્રકારની સગવડથી ખુશ ખુશાલ છે અને તેમનો રાજીપો તેમની વાતોમાં પણ વ્યક્ત થતો જોવા મળીછ રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ