
ગીર સોમનાથ 01 મે (હિ.સ.) ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત સોમનાથ ખાતે ખાસ ટ્રેન મારફતે દિલ્હીથી વેરાવળ રેલવે સ્ટેશન પધારેલા યાત્રાળુઓ માટે વહીવટી તંત્ર દ્વારા 'હેલ્પ ડેસ્ક' અને 'કંટ્રોલ રૂમ'ની વ્યવસ્થા કરવામાં આવી છે.
રેલ્વે સ્ટેશન પર જ્યારે યાત્રિકો પધારે ત્યારે એનાઉન્સમેન્ટ દ્વારા તેમને કઈ તરફ જવાનું છે?. યાત્રાળુઓએ શું કાળજી રાખવી જોઈએ? કઈ બસમાં બેસવાનું છે? જેવી ઉપયોગી સૂચનાઓ લાઉડસ્પિકરના માધ્યમથી આપવામાં આવે છે.
આ ઉપરાંત, નાના કોર્ડલેસ માઈકથી સજ્જ સ્વયંસેવકો દ્વારા નાના માઈક દ્વારા બસમાં નંબર વાઈઝ બેસવા સહિતની સૂચનાઓ આપવામાં આવે છે. જેથી યાત્રાળુઓનો આ સમગ્ર રુટ શાંતિથી અને સરળતાથી પૂર્ણ થાય.
આ ઉપરાંત, રેલવે સ્ટેશન ખાતે 'હેલ્પ ડેસ્ક' પણ શરુ કરવામાં આવ્યું છે. જે યાત્રાળુઓને ઉદભવતા પ્રશ્નોનું સમાધાન અને માર્ગદર્શન પૂરું પાડે છે. આ રીતે, ‘હેલ્પ ડેસ્ક’ અને 'કંટ્રોલ રૂમ' યાત્રાળુઓ માટે રાહગીર સાબિત થયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ