પાટણ MBBS ગુણ કૌભાંડ: ડો. કનુ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર
પાટણ, 01 મે (હિ.સ.) : 2018માં પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)માં MBBS ના વિદ્યાર્થીઓના ગુણ સુધારવા માટે ગેરરીતિ કરવાનો આરોપ આવ્યો હતો. 1 ઓગસ્ટ, 2019ના રોજ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આ મુદ્દે તપાસની માંગણી કરી હતી. આ મામલે ચાર
પાટણ MBBS ગુણ કૌભાંડ: ડોક્ટર કનુ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર


પાટણ, 01 મે (હિ.સ.) : 2018માં પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)માં MBBS ના વિદ્યાર્થીઓના ગુણ સુધારવા માટે ગેરરીતિ કરવાનો આરોપ આવ્યો હતો. 1 ઓગસ્ટ, 2019ના રોજ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આ મુદ્દે તપાસની માંગણી કરી હતી. આ મામલે ચાર અલગ-અલગ સમિતિઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં 23 માર્ચ, 2021ના રોજ પ્રથમ સમિતિએ રિપોર્ટ સોંપી ગેરરીતિની પુષ્ટિ કરી હતી.

17 માર્ચ, 2025ના રોજ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કુલસચિવ રોહિત દેસાઈએ ફરિયાદ નોંધાવી, જેમાં ડોક્ટર કનુ ચૌધરી સહિત છ લોકો સામે ગુનો દાખલ થયો. કનુ ચૌધરીએ ફરાર થવા માટે ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી, જે 8 ઓક્ટોબર, 2025ના રોજ રદ થઈ હતી. ત્યારબાદ, તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો.

સુપ્રીમ કોર્ટે 16 એપ્રિલ, 2026ના રોજ તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી અને બે સપ્તાહમાં પોલીસ સમક્ષ સરન્ડર થવા આદેશ કર્યો હતો. આ આદેશના બાદ, 29 એપ્રિલ, 2026ના રોજ ડોક્ટર કનુ ચૌધરી પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થયા.

પાટણ કોર્ટે 30 એપ્રિલ, 2026ના રોજ ડોક્ટર કનુ ચૌધરીના 7 દિવસના રિમાન્ડને મંજૂરી આપી. આ રિમાન્ડ દરમિયાન, પોલીસ આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા અને અન્ય પુરાવા એકત્ર કરવા માટે તપાસની પ્રવૃત્તિઓ ચાલુ રાખી રહી છે.

આ કૌભાંડમાં પૂર્વ કુલપતિ જે.જે. વોરા સહિત અન્ય લોકોની સંડોવણીની પણ તપાસ થઈ રહી છે. રિમાન્ડ દરમ્યાન આ કૌભાંડના અન્ય પાસાઓ પર વધુ તપાસ કરવાનો પ્રયાસ કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande