

પોરબંદર, 01 મે (હિ.સ.)કમલાબાગ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આર.સી.કાનમિયાના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના અધિકારીઓ ચોરીના ગુનાના આરોપીની શોધમાં હતા ત્યારે થોડા દિવસ પૂર્વે વાઘેશ્વરી પ્લોટમાં થયેલ ચોરીના ગુન્હાનો શકમંદ આરોપી ચોરીમાં ગયેલ સોનાના દાગીના સાથે વી.જે. મોઢા કોલેજ સામે પક્ષી અભ્યારણ્યના ગેઈટ પાસે ઉભેલ હોય જેથી હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોકત ગુન્હામાં ચોરીમાં ગયેલ એક રૂદ્રાક્ષના પારાવાળી સોનાથી મઢેલી આશરે અઢી તોલાની માળા તથા ત્રણ તોલાનો સોનાનો ગણેશના પેડલવાળો ચેઈન એમ બંને થઈ કુલ આશરે સાડા પાંચ તોલા સોનાના દાગીના સાથે આરોપી આશીષ રાજુભાઈ મોરબીયાને પકડી પાડી ધોરણસર અટક કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલને 100% રિકવર કર્યો છે. આ કામગીરીમાં કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સપેકટર આર.સી.કાનમિયા, સર્વેલન્સ પીએસઆઈ એ.એ.ડોડીયા, એ.એસ.આઈ. સી.એસ.તમખાને, સી.જી.મોઢવાડીયા, એસ.એમ. જાંબુચા, પો.કોન્સ બલદેવ મેરૂભાઈ અને લખું નેભાભાઇ સહિતના પોલીસ સ્ટાફ જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya