પહેલીવાર ‘બાબા’ના આશિર્વાદ લેવા માટે પધાર્યો છું – યાત્રાળુ વિરેન્દ્રસિંહ
સોમનાથ 01 મે (હિ.સ.) ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ નિમિત્તે દિલ્હીથી ખાસ ટ્રેન દ્વારા સોમનાથ પહોંચેલા યાત્રાળુઓ વેરાવળ રેલવે સ્ટેશને પહોંચ્યાં હતાં. ત્રણ દિવસના વિશેષ રોકાણ દરમિયાન યાત્રાળુઓ ભગવાન સોમનાથના દર્શન કરશે તેમજ પ્રભાસક્ષેત્રના આસપાસના દાર્શનિક
પહેલીવાર ‘બાબા’ના આશિર્વાદ લેવા માટે


સોમનાથ 01 મે (હિ.સ.) ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ નિમિત્તે દિલ્હીથી ખાસ ટ્રેન દ્વારા સોમનાથ પહોંચેલા યાત્રાળુઓ વેરાવળ રેલવે સ્ટેશને પહોંચ્યાં હતાં. ત્રણ દિવસના વિશેષ રોકાણ દરમિયાન યાત્રાળુઓ ભગવાન સોમનાથના દર્શન કરશે તેમજ પ્રભાસક્ષેત્રના આસપાસના દાર્શનિક સ્થળોની મુલાકાત લેશે.

પહેલીવાર સોમનાથ પધારેલા દિલ્હીના રહેવાસી વિરેન્દ્રસિંહજીએ ઉમળકાભેર પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતા કહ્યું હતું કે, મારી જિંદગીમાં હું પહેલીવાર ભગવાન શ્રી સોમનાથ બાબાના દર્શન કરવા આવ્યો છું. અહીં આવીને સોમનાથ મહાદેવના આશીર્વાદ લેવા પધાર્યો છું ત્યારે મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું.

અમે સોમનાથ મહાદેવના દર્શન કરીશું અને આસપાસના જેટલા પણ દાર્શનિક અને ધાર્મિક સ્થળો છે. એમની મુલાકાત લઈ અને સાંસ્કૃતિક બાબતોની જાણકારી મેળવીશું. આમ કહી વિરેન્દ્રસિંહજીએ સુદ્રઢ વ્યવસ્થાઓ બદલ સરકારનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande