
સુરત, 01 મે (હિ.સ.)-વોર્ડ નંબર 26 ગોડાદરા માં ભવ્ય જીત બાદ કાર્યકર્તાઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જીતના અવસરે વિશાળ પાયે મીઠાઈ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અત્યાર સુધી આશરે 2000 કાર્યકર્તાઓને મીઠાઈ વહેંચવામાં આવી છે.
આ પ્રસંગે કાર્યકર્તાઓના સન્માન માટે ખાસ સ્ટીકર પણ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં અમિત સિંહ રાજપૂત, અલ્કા બેન પટેલ, ડૉ. નરેન્દ્ર પટેલ અને વર્ષા બેન પટેલના ફોટા સાથે “બધા કાર્યકર્તાઓને દિલથી આભાર” લખાયેલ સંદેશ દર્શાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન નેતાઓએ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે આ જીત સૌના સંયુક્ત પ્રયત્નો અને સમર્પણનું પરિણામ છે। તેમણે આગલા સમયમાં પણ જનસેવામાં સમર્પિત રહી કાર્ય કરવાનું સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
કાર્યકર્તાઓએ પણ ખુશી વ્યક્ત કરતાં જીતનો જશ્ન મનાવ્યો અને વિસ્તારના વિકાસને વધુ ગતિ આપવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે