ચંદ્રુમાણા ગામે શ્રી ગૌરી માતાજી મંદિરનો દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 21મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો.
પાટણ, 01 મે (હિ.સ.)પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે શ્રી ગૌરી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 21મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા, અને પાટોત્સવના ભાગરૂપે માતાજીનો યજ્ઞ, ધ્વજારોહણ અને નવા પ્રવેશદ્વારનું ઉદ
ચંદ્રુમાણા ગામે શ્રી ગૌરી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 21મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો.


ચંદ્રુમાણા ગામે શ્રી ગૌરી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 21મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો.


પાટણ, 01 મે (હિ.સ.)પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે શ્રી ગૌરી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 21મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા, અને પાટોત્સવના ભાગરૂપે માતાજીનો યજ્ઞ, ધ્વજારોહણ અને નવા પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં, શ્રી અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવના પ્રેરણાદાતા સંત મુકુંદપ્રકાશજી મહારાજે ઉપસ્થિત રહી ગૌમાતાની સેવા વિશે બોધ આપ્યો. પાટોત્સવના યજમાન, ચિંતનભાઈ નિરંજનભાઈ વ્યાસે યજ્ઞમાં બેસી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞ વિધિ કરી હતી.

પંડિત મહેશભાઈ દવે, ભરતભાઈ, જીગ્નેશભાઈ અને અન્ય બ્રાહ્મણો દ્વારા યજ્ઞ વિધિ પૂર્ણ કરવામાં આવી. ઉપરાંત, અમદાવાદના મહિલાશ્રદ્ધાળુએ લાવવામાં આવેલી માતાજીની ધજાનો સ્વાગત ભવ્ય રીતે કરવામાં આવ્યો અને પૂજારી મુકેશભાઈ દવે દ્વારા પૂજન કરવામાં આવ્યું.

મુખ્ય પ્રવેશદ્વારના દાતા ડો. ભાસ્કરભાઈ ઉત્તમરાય વ્યાસની હાજરીમાં ટ્રસ્ટી મંડળે મંત્રોચ્ચાર સાથે નવા પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું, અને વ્યાસ મીનાબેન હિરેનકુમાર પરિવાર દ્વારા ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું.

પ્રસંગના અંતે, વિવિધ દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા, જેમ કે સ્વ. મંગળભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલ, જેમણે ગૌમાતા માટે સોનું અર્પણ કર્યું હતું, અને હરેશભાઈ કુબેરભાઈ પટેલ (ઇંગ્લેન્ડ)એ કલાત્મક ઝુમ્મર અર્પણ કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande