
પાટણ, 01 મે (હિ.સ.)પાટણની ધારપુર જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના જનરલ સર્જરી વિભાગે એક 8 વર્ષના બાળકના પેટમાંથી સફળતાપૂર્વક 1 રૂપિયાનો સિક્કો બહાર કાઢ્યો. બાળકને ભૂલથી સિક્કો ગળી જતા પેટમાં દુખાવો થતો હતો.
26 એપ્રિલ, 2026ના રોજ પેટના દુખાવાની ફરિયાદ સાથે બાળક ઇમરજન્સી વિભાગમાં આવ્યો. તપાસ પછી, એક્સ-રે દ્વારા બાળકના પેટમાં સિક્કો હોવાનું સ્પષ્ટ થયું. તે પછી, 30 એપ્રિલ, 2026ના રોજ, ડોકટર જયેશ ગોહેલની આગેવાની હેઠળ સર્જરી વિભાગની ટીમે ઓપરેશન કર્યું.
તબીબોએ અદ્યતન એન્ડોસ્કોપી તકનીકનો ઉપયોગ કરીને 15 મિનિટમાં સુરક્ષિત રીતે સિક્કો બહાર કાઢ્યો. આ પ્રક્રિયા પછી, બાળકની તબિયત ઝડપથી સુધરી રહી છે, અને ધારપુર મેડિકલ કોલેજની સુવિધાઓ અને નિષ્ણાત ડોકટરોની કુશળતાને કારણે આ સર્જરી સરળતાથી સફળ બની.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ