પોસ્ટતંત્ર દ્વારા હયાતીનું પ્રમાણપત્ર ઘરબેઠા અપાશે.
પોરબંદર, 01 મે (હિ.સ.) પોસ્ટતંત્ર દ્વારા હયાતીનું પ્રમાણપત્ર ઘરબેઠા અપાશે જેના માટે પેન્શનરોએ નજીકની પોસ્ટઓફિસનો સંપર્ક સાધવા અપીલ કરવામાં આવી છે. પોરબંદર ટપાલ વિભાગની યાદીમાં જણાવવામાં આવે છે કે ગુજરાત રાજ્ય સરકારના પોરબંદર જિલ્લામાં અને પોરબંદ
પોસ્ટતંત્ર દ્વારા હયાતીનું પ્રમાણપત્ર ઘરબેઠા અપાશે.


પોરબંદર, 01 મે (હિ.સ.) પોસ્ટતંત્ર દ્વારા હયાતીનું પ્રમાણપત્ર ઘરબેઠા અપાશે જેના માટે પેન્શનરોએ નજીકની પોસ્ટઓફિસનો સંપર્ક સાધવા અપીલ કરવામાં આવી છે. પોરબંદર ટપાલ વિભાગની યાદીમાં જણાવવામાં આવે છે કે ગુજરાત રાજ્ય સરકારના પોરબંદર જિલ્લામાં અને પોરબંદર પોસ્ટલ મંડળની હદમાં વસતા તમામ નિવૃત્તિ અધિકારીઓને જણાવવાનું કે હવે આપને આપની હયાતીના પ્રમાણ માટે જિલ્લા તિજોરી કચેરી કે બેન્કે જવાની જરૂર નથી. આપ આપનું હયાતીનું પ્રમાણપત્ર પોરબંદર મંડળની તમામ પોસ્ટ ઓફિસોના માધ્યમથી ડીજીટલ સ્વરૂપે એટલેકે ‘ડીજીટલ લાઇફ સર્ટીફિકેટ' 1-5-2026 થી 31-7-2026 દરીમયાન વિનામૂલ્યે ઇસ્યુ કરવા (જારી) કરાવી શકશો.

જો આપનું પેન્શન કોઇપણ અડચણ વિના સુચારૂ ચાલુ રહે તે માટે પોસ્ટઓફિસોના માધ્યમથી આપનું ડીજીટલ લાઇફ સર્ટીફિકેટ ઘરબેઠા અથવા આપના ઘરથી તદન નજીકની પોસ્ટઓફિસ ખાતેથી વિનામૂલ્યે (જારી) કરાવવા માટે અનુરોધ કરવામાં આવે છે. જે માટે જરૂરી દસ્તાવેજો જેવા કે પી.પી.ઓ. બુક, આધારકાર્ડ અને બેંકપાસબુક (જેમાં પેન્શન આવતું હોય તો) સાથે રાખવા.વધુ માહિતી માટે પેન્શનરો તેમની નજીકની પોસ્ટઓફિસનો સંપર્ક કરી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande