ગઢડા ગૌશાળામાં અનોખી ગૌસેવા : પોલીસ કર્મચારી દિગુભાઈએ જન્મદિવસે ગાયોને ખવડાવ્યું 25 મણ લીલું નિરણ
બોટાદ, 01 મે (હિ.સ.) : બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ આઈ સોનલ જીવ દયા ગૌશાળામાં એક અનોખી અને પ્રેરણાદાયી સેવા પ્રવૃત્તિ યોજાઈ હતી. ગઢડા પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી દિગુભાઈએ પોતાના જન્મદિવસને અનોખી રીતે ઉજવી માનવતા અને ગૌસેવાનો સંદેશ આપ્યો
સેવા


બોટાદ, 01 મે (હિ.સ.) : બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ આઈ સોનલ જીવ દયા ગૌશાળામાં એક અનોખી અને પ્રેરણાદાયી સેવા પ્રવૃત્તિ યોજાઈ હતી. ગઢડા પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી દિગુભાઈએ પોતાના જન્મદિવસને અનોખી રીતે ઉજવી માનવતા અને ગૌસેવાનો સંદેશ આપ્યો હતો. સામાન્ય રીતે જન્મદિવસે કેક કાપી કે ઉજવણી કરવામાં આવે છે, પરંતુ દિગુભાઈએ આ દિવસને સેવા અને કરુણાના કાર્ય સાથે જોડીને એક નવી મિસાલ ઉભી કરી છે.

દિગુભાઈએ પોતાના જન્મદિવસ નિમિત્તે ગૌશાળામાં રહેલી નિરાધાર, અશક્ત અને ઇજાગ્રસ્ત ગાય માતાઓને 25 મણ લીલું નિરણ ખવડાવ્યું હતું. ઉનાળાની ગરમીમાં ગાયોને તાજું અને પૌષ્ટિક આહાર મળે તે માટે તેમણે ખાસ વ્યવસ્થા કરી હતી. આ સેવા કાર્યથી ગૌશાળાના સંચાલકો અને સેવાભાવી લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.

આ પ્રસંગે ગૌશાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે આવા સેવાભાવી લોકોના સહયોગથી જ ગૌશાળાનું સંચાલન સરળ બને છે. ગાયોની સેવા માત્ર ધાર્મિક ભાવનાથી જ નહીં પરંતુ માનવતાના દૃષ્ટિકોણથી પણ અત્યંત મહત્વપૂર્ણ છે. દિગુભાઈ જેવા લોકો સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે. સ્થાનિક લોકો અને ગૌપ્રેમીઓએ પણ આ કામગીરીને વખાણી હતી અને અન્ય લોકોને પણ પોતાના ખાસ પ્રસંગો પર આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવા અનુરોધ કર્યો હતો. દિગુભાઈની આ પહેલથી સમાજમાં સેવા, કરુણા અને પ્રાણીઓ પ્રત્યેની લાગણીનો સારો સંદેશ ફેલાયો છે. આ રીતે ગઢડા શહેરમાં ઉજવાયેલો આ અનોખો જન્મદિવસ ખરેખર સૌ માટે પ્રેરણાદાયી બની રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande