ઝઘડિયાની મેટ્રોપોલિટીન કંપનીમાં થયેલ બ્લાસ્ટની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે સ્વત: ગંભીર નોંધ લીધી
- પંચ દિલ્હી દ્વારા ગુજરાતના મુખ્ય સચિવ અને ભરૂચના પોલીસ અધિક્ષકને નોટિસ ફટકારી - બે અઠવાડિયામાં દુર્ઘટનાના બનાવનો વિગતવાર અહેવાલ માંગ્યો - જીપીસીબીએ કંપનીમાં શોકોઝ નોટિસ ફટકારી છે અને વિગતવાર અહેવાલ માંગ્યો છે ભરૂચ, 01 મે (હિ.સ.) : ભરૂચ જિલ્લા
ઝઘડિયાની મેટ્રોપોલિટીન કંપનીમાં થયેલ બ્લાસ્ટની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે સ્વત: ગંભીર નોંધ લીધી


ઝઘડિયાની મેટ્રોપોલિટીન કંપનીમાં થયેલ બ્લાસ્ટની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે સ્વત: ગંભીર નોંધ લીધી


ઝઘડિયાની મેટ્રોપોલિટીન કંપનીમાં થયેલ બ્લાસ્ટની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે સ્વત: ગંભીર નોંધ લીધી


ઝઘડિયાની મેટ્રોપોલિટીન કંપનીમાં થયેલ બ્લાસ્ટની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે સ્વત: ગંભીર નોંધ લીધી


- પંચ દિલ્હી દ્વારા ગુજરાતના મુખ્ય સચિવ અને ભરૂચના પોલીસ અધિક્ષકને નોટિસ ફટકારી

- બે અઠવાડિયામાં દુર્ઘટનાના બનાવનો વિગતવાર અહેવાલ માંગ્યો

- જીપીસીબીએ કંપનીમાં શોકોઝ નોટિસ ફટકારી છે અને વિગતવાર અહેવાલ માંગ્યો છે

ભરૂચ, 01 મે (હિ.સ.) : ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ મેટ્રોપોલિટન એક્ઝીકેમ કંપની કેમિકલનું ઉત્પાદન કરે છે ગત 23/04/2026ના રોજ કંપનીના એક પ્લાન્ટમાં મોટા ધડાકા સાથે ભયંકર બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આખો પ્લાન્ટ આગની લપેટમાં આવી ગયો હતો, જેમાં 16 જેટલા કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા, જે પૈકી 4 કામદારોનું અત્યાર સુધી મરણ થયું છે, આ ઘટનાને ઢાંક પીછોડા કરવા માટે કંપની સંચાલકો દ્વારા ખૂબ મોટા પાયે પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ કંપનીમાં થયેલા બ્લાસ્ટ અને તે બાદ થયેલ જાનહાનિમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દિલ્હી દ્વારા સ્વત: ગંભીર રીતે નોંધ લેવામાં આવી છે.

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દિલ્હી દ્વારા એક અખબારી અહેવાલમાં જણાવ્યું છે કે ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની કેમિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટના કારણે આગ લાગવાના અહેવાલ અંગે સ્વત: નોંધ લીધી છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ ભારતે 23 એપ્રિલ 2026 ના રોજ ઝઘડિયાની કેમિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટના કારણે આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછા 16 કામદારો ઘાયલ થયા હતા. આ ફેક્ટરી ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી ઔધોગિક વિસ્તારમાં આવેલી છે.

અહેવાલ મુજબ પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ ટેકનિકલ અથવા રાસાયણિક પરિબળો હોવાનું જણાય છે, કમિશને અવલોકન કર્યું છે કે સમાચાર અહેવાલની સામગ્રી જો સાચી હોય તો તે પીડીતોના માનવ અધિકાર ઉલંઘનના ગંભીર મુદ્દાઓ ઉભા કરે છે, તેથી રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દ્વારા ગુજરાતના મુખ્ય સચિવ અને ભરૂચના પોલીસ અધિક્ષકને નોટિસ ફટકારી છે, જેમાં બે અઠવાડિયામાં આ બાબતે વિગતવાર અહેવાલ મંગાવવામાં આવ્યો છે.

રિપોર્ટમાં ધાયલ કામદારોના સ્વાસ્થ્યની સ્થિતિ, કેસની તપાસ અને જો કોઈ હોય તો તેમને ચૂકવવામાં આવેલ વળતરનો સમાવેશ થવાની અપેક્ષા છે.24/04/2026ના રોજ પ્રસારિત થયેલા મીડિયા અહેવાલ મુજબ આ ઘટનાએ વિસ્તારમાં ઔદ્યોગિક સલામતી અને સલામતી પ્રોટોકોલનું કડક પાલન કરવાની જરૂરિયાત અંગે ચિંતા વ્યક્ત કરી છે. ધાયલ કામદારોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે તેમ તેમણે એક અખબારી અહેવાલમાં જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જીપીસીપી દ્વારા પણ ઝઘડિયા જીઆઇડીસીની મેટ્રોપોલિટીન એક્ઝિમકેમ કંપનીમાં શોકોઝ નોટિસ ફટકારી છે અને વિગતવાર અહેવાલ માંગ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande