ભાવનગર જિલ્લાના ખેડૂત ધંધુકિયા ભરતભાઈ ખર્ચ કર્યા વગર કોઠીંબાની કાસરી તૈયાર કરી જુદા જુદા શહેરો સુધી વેચાણ કરી રહ્યા છે
ભાવનગર, 01 મે (હિ.સ.) : હાલ જોઈએ તો અનેક ખેડૂતો તૈયાર થતા અલગ અલગ પાકોનું સીધું વેચાણ કરવાના બદલે તેનું મૂલ્ય વર્ધન કરી વધુ આવક મેળવી રહ્યા છે.પરંપરાગત રીતે ખેડૂતો પોતે ઉત્પાદન કરેલા પાકોનું વેચાણ સીધું માર્કેટિંગ યાર્ડ અથવા સ્થાનિક બજારમાં કરતા આવ
કંસારી


ખેડૂત


ભાવનગર, 01 મે (હિ.સ.) : હાલ જોઈએ તો અનેક ખેડૂતો તૈયાર થતા અલગ અલગ પાકોનું સીધું વેચાણ કરવાના બદલે તેનું મૂલ્ય વર્ધન કરી વધુ આવક મેળવી રહ્યા છે.પરંપરાગત રીતે ખેડૂતો પોતે ઉત્પાદન કરેલા પાકોનું વેચાણ સીધું માર્કેટિંગ યાર્ડ અથવા સ્થાનિક બજારમાં કરતા આવ્યા છે, જ્યાં ઘણી વખત તેમને યોગ્ય ભાવ મળતો ન હતો. પરંતુ હવે ખેડૂત પાક નું મૂલ્ય વર્ધન કરીને બમણી આવક મેળવતા થયા છે. અનેક ખેડૂતો હળદરનું વાવેતર કરી તેનો પાવડર કરી વેચાણ કરતા હોય છે તો મરચાનું વાવેતર કરી તેનો પાવડર તૈયાર કરી તેનું વેચાણ કરતા હોય છે તો કેટલાક ખેડૂતો કોઠીંબા નું વાવેતર કરી કાસરી કરી તેનું વેચાણ કરતા હોય છે.

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના જામવાળી ગામે રહેતા ખેડૂત ધંધુકિયા ભરતભાઈ જેવો એ માત્ર સાત ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે 2018 થી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે આ ખેડૂતને હાલ અલગ અલગ પાકોનું વાવેતર કર્યું છે તેમાં બાગાયતી પાક લીંબુની વચ્ચે નિંદામણ કાઢી તેની જગ્યાએ કોઠીંબા નું વાવેતર કર્યું હતું તેનો ઉત્પાદન આવી ગયા બાદ તેનું સીધું વેચાણ કરવાના બદલે કાસરી તૈયાર કરીને 30000 રૂપિયા કરતા પણ વધુની પૂરક આવક મેળવી છે. તેમાં કોઈપણ પ્રકાર નો ખર્ચ કરવામાં નથી આવતો ફક્ત પેકિંગ માટે સામાન્ય ખર્ચ જ કરવામાં આવે છે.

આ અંગે ખેડૂત ધંધુકિયા ભરતભાઈ જણાવ્યું કે મેં સાત ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે ખેતીના વ્યવસાય સાથે છેલ્લા ઘણા વર્ષથી જોડાયેલો છું અગાઉ હું રાસાયણિક ખેતી કરતો હતો પરંતુ અવારનવાર ખેડૂતલક્ષી મિટિંગો અને તાલીમોમાં ભાગ લઈને પ્રાકૃતિક ખેતી કરવા અંગેની શરૂઆત કરી હાલ હું 2018 થી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. હાલનું અલગ અલગ પાકોનું વાવેતર કરી તેમાંથી સારી એવી આવક મેળવી રહ્યો છું હાલ મારે બાગાયતી પાક લીંબુનું વાવેતર કરેલું છે. તેની વચ્ચે આમ જોઈએ તો નિંદામણ હોય છે પરંતુ તે નિંદામણ કાઢીને હું તેની જગ્યાએ હતો એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર કોઠીંબા ના બિયારણ નો છટકાવ કરી દઉં છું.

વાવેતર બાદ તેમાં એક પણ રૂપિયાનો ખર્ચ કરવામાં નથી આવતો. આ કોઠીંબા પાકી ગયા બાદ તેના બે ભાગ કરી મીઠામાં પલાળી રાખી તેની કાસરી તૈયાર કરવામાં આવે છે. તેની સુકવણી કર્યા બાદ અલગ અલગ વજનના પેકિંગ તૈયાર કરી તેનું હું વેચાણ કરી રહ્યો છું. આ વર્ષે હજી શરૂઆત કરી છે જેમાં મને સારું ઉત્પાદન મળ્યું છે. આ કાસરીનું વેચાણ કરીને મને એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર 30,000 ની પૂરક આવક મળી રહેશે. સોશિયલ મીડિયાના મારફતે હું વાપી અમદાવાદ સુરત જેવા જુદા જુદા શહેરો સુધી વેચાણ કરી રહ્યો છું. આ વર્ષે મને એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર 30000 રૂપિયાની આસપાસ ઉત્પાદન મળી રહ્યું હોવાના કારણે આવતા વર્ષે હું આ વાવેતર વધુ કરવાનો છું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande