સુરતના નવા મેયર કોણ? ભાજપ કાર્યાલયે આવતીકાલે ‘સેન્સ પ્રક્રિયા’, મહિલા દાવેદારો પર સૌની નજર
સુરત, 01 મે (હિ.સ.) : સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડબ્રેક 115 બેઠકો સાથે ભવ્ય જીત મેળવી છે. હવે ગેઝેટ જાહેર થયા બાદ નજીકના દિવસોમાં પાલિકામાં નવી બોર્ડ રચાશે. આગામી ટર્મ માટે મેયર પદ મહિલા (જનરલ) માટે અનામત હોવાથી શહેરને છઠ્ઠી મહિલા મે
સુરતના નવા મેયર કોણ?


સુરત, 01 મે (હિ.સ.) : સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડબ્રેક 115 બેઠકો સાથે ભવ્ય જીત મેળવી છે. હવે ગેઝેટ જાહેર થયા બાદ નજીકના દિવસોમાં પાલિકામાં નવી બોર્ડ રચાશે. આગામી ટર્મ માટે મેયર પદ મહિલા (જનરલ) માટે અનામત હોવાથી શહેરને છઠ્ઠી મહિલા મેયર મળશે તે નક્કી છે.

મેયર સહિતના પદાધિકારીઓની પસંદગી માટે ભાજપ દ્વારા ‘સેન્સ પ્રક્રિયા’ હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા આવતીકાલે શનિવારે, 2 મે 2026ના રોજ સવારે 10 વાગ્યાથી ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે શરૂ થશે. જેમાં નિરીક્ષકો, પૂર્વ પ્રદેશ મંત્રી, પૂર્વ ધારાસભ્યો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સાંસદ, ધારાસભ્ય અને શહેર ભાજપના હોદ્દેદારોની હાજરીમાં અભિપ્રાય લેવામાં આવશે.

આ ચૂંટણીમાં ભાજપમાંથી 58 મહિલા ઉમેદવારો વિજેતા બન્યા છે, જેથી મેયર પદ માટે કોણ પસંદ થશે તે અંગે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. બીજી તરફ ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ, શાસક પક્ષના નેતા અને અન્ય મહત્વના પદો માટે પણ પાર્ટીમાં જ ભારે સ્પર્ધા ચાલી રહી છે.

સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની પેનલ તૈયાર કરવામાં આવશે અને અંતિમ નિર્ણય પ્રદેશ કક્ષાએ લેવામાં આવશે. ભાજપ માટે હવે સૌથી મોટી પડકાર આંતરિક સંતુલન જાળવી યોગ્ય અને સમર્થ ચહેરાઓને જવાબદારી સોંપવાનો રહેશે.

આગામી થોડા દિવસોમાં લેવાતા નિર્ણયો સુરતના આગામી પાંચ વર્ષના શાસનની દિશા નક્કી કરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande