

પોરબંદર, 01 મે (હિ.સ.) : પોરબંદર શહેરમાંથી ચોંકાવનારા સમાચારો સામે આવી રહ્યા છે. તાજા જન્મેલા બાળકની હત્યાની આશંકા વ્યક્ત થઈ રહી છે. પોલીસને જાણ થતા પોલીસે પોરબંદર રંગબાઈ-વેરાવળ હાઇવે નજીક તાપસ શરુ કરી છે.સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માધવપુર વિસ્તારની પરિણીતા છેલ્લા પોણા બે વર્ષથી રિસામણે તેના માવતરના ઘરે રહેતી હતી. આ સમયગાળા દરમિયાન પોતાના પ્રેમી સાથે પ્રેમલીલા(શારીરિક સંબંધ)બાંધ્યા બાદ પરિણીતાને ગર્ભ રહી જતા એક સપ્તાહ પૂર્વે પરિણીતાએ બાળકને જન્મ આપ્યો હતો. પોતાનું પાપ છુપાવવા પરિણીતાએ પોરબંદર રંગબાઈ-વેરાવળ હાઈવે નજીક બાળકને જમીનમાં દાટી હત્યા કરી હોવાની ચર્ચા તેજ બની છે. બાળકની હત્યાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જોકે પોલીસે બાળકની હત્યા મામલે કોઈવિગતો જાહેર કરી નથી. આ ઘટનામાં સત્ય શું? તે બાબતે પોલીસ પણ ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે. પોલીસને થયેલી જાણ મુજબ પોરબંદર-વેરાવળ હાઇવે પર પોલીસ કાફલો ફોરેન્સિક ટીમ સાથે સ્થળ પર તાપસ કરી સત્યની શોધ કરી રહી છે.
પોરબંદર જિલ્લાના માધવપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ જાણવાજોગમાં જાહેર કરનારે જણાવ્યું છે કે, તેની પત્ની છેલ્લા પોણા બે વર્ષથી રિસામણે પોતાના પિયરમાં રહેતી હતી જેથી પતિ-પત્ની વચ્ચે કોઈ પણ જાતના શારીરિક સંબંધ બંધાયા ન હતા તેમ છતાં પત્નીએ બાળકને જન્મ આપ્યો હતો. પોલીસે જાણવાજોગના આધારે ઊંડાણપૂર્વક તાપસ શરુ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya