તેરા તુજકો અર્પણ”નું ઉત્તમ ઉદાહરણ: અમરેલી સિટી પોલીસે એટીએમ માં મળેલ પાકીટ માલિકને પરત આપ્યું
અમરેલી, 02 મે (હિ.સ.) અમરેલી સિટી પોલીસ દ્વારા ઈમાનદારી અને જનસેવાનો અનોખો દાખલો રજૂ કરતા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમને સાર્થક બનાવવામાં આવ્યો છે. અમરેલીના લાઠી રોડ પર આવેલ HDFC Bank ATM ખાતે હિટાચી કેશ મેનેજમેન્ટ સર્વિસ કંપનીમાં કાર્યરત કર્મચારી
તેરા તુજકો અર્પણ”નું ઉત્તમ ઉદાહરણ: અમરેલી સિટી પોલીસે ATMમાં મળેલ પાકીટ માલિકને પરત આપ્યું


અમરેલી, 02 મે (હિ.સ.)

અમરેલી સિટી પોલીસ દ્વારા ઈમાનદારી અને જનસેવાનો અનોખો દાખલો રજૂ કરતા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમને સાર્થક બનાવવામાં આવ્યો છે. અમરેલીના લાઠી રોડ પર આવેલ HDFC Bank ATM ખાતે હિટાચી કેશ મેનેજમેન્ટ સર્વિસ કંપનીમાં કાર્યરત કર્મચારીને એક પાકીટ મળી આવ્યું હતું, જેમાં રોકડ રૂપિયા તેમજ મહત્વપૂર્ણ દસ્તાવેજો હતા.

માહિતી મુજબ, નૈમીશભાઈ ભદ્રેશભાઈ ભટ્ટ (ઉંમર 31), જે Hitachi Cash Management Services કંપનીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે, તેઓ ATMમાં કેશ ડિપોઝિટ કરવા ગયા હતા ત્યારે તેમને આ પાકીટ મળી આવ્યું હતું. પાકીટમાં વિવિધ ચલણી નોટો ઉપરાંત ATM કાર્ડ, આધાર કાર્ડ અને PAN કાર્ડ જેવા દસ્તાવેજો હતા.

નૈમીશભાઈએ ઈમાનદારી દાખવી તરત જ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ સમગ્ર બનાવની જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે ટેક્નિકલ સોર્સના આધારે દસ્તાવેજોમાંથી મૂળ માલિકનો સંપર્ક સાધ્યો. તપાસ દરમિયાન પાકીટ મુકેશભાઈ શામજીભાઈ રાઠોડ (ઉંમર 60), નિવૃત્ત, સ્વામીનારાયણ નગર વિસ્તારમાં રહેતા હોવાનો ખુલાસો થયો.

પોલીસ સ્ટેશન ખાતે બોલાવી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેઓ ATMમાંથી પૈસા ઉપાડવા ગયા હતા ત્યારે અજાણતા પોતાનું પાકીટ ત્યાં જ ભૂલી ગયા હતા. અમરેલી સિટી પોલીસે તમામ દસ્તાવેજો અને રૂ. 6050 ની રોકડ રકમ યથાવત્ પરત આપી માનવતાનો ઉત્તમ દાખલો રજૂ કર્યો.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. ઝાલા અને સર્વેલન્સ ટીમના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી, જેને લોકો દ્વારા પ્રશંસા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande