અમરેલી જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય કાર્યક્રમોની સમીક્ષા બેઠક, આરડીડી મેડમની અધ્યક્ષતામાં યોજાઈ
અમરેલી,02 મે (હિ.સ.) આજરોજ અમરેલી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા ખાતે આરોગ્ય વિભાગના વિવિધ કાર્યક્રમોની સમીક્ષા માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક RDD મેડમની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં જિલ્લાના આરોગ્ય ક્ષેત્રની કામગીરીનું વિગતવાર મૂલ્યાંકન કરવા
અમરેલી જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય કાર્યક્રમોની સમીક્ષા બેઠક, RDD મેડમની અધ્યક્ષતામાં યોજાઈ


અમરેલી,02 મે (હિ.સ.) આજરોજ અમરેલી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા ખાતે આરોગ્ય વિભાગના વિવિધ કાર્યક્રમોની સમીક્ષા માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક RDD મેડમની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં જિલ્લાના આરોગ્ય ક્ષેત્રની કામગીરીનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં માનનીય CDHO (ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર) તથા CDMO (ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર) સહિત જિલ્લાના તમામ આરોગ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન સરકારની વિવિધ આરોગ્ય યોજનાઓ, માતા-બાળ આરોગ્ય, રસીકરણ, રોગ નિયંત્રણ અને પ્રાથમિક આરોગ્ય સેવાઓના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

RDD મેડમે આરોગ્ય સેવાઓ વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ આરોગ્ય કેન્દ્રોમાં સુવિધાઓમાં સુધારો, સ્ટાફની કામગીરી અને સમયસર સેવાઓ ઉપલબ્ધ થાય તે બાબતે ખાસ ભાર મૂકાયો હતો.

બેઠકમાં અધિકારીઓને તેમના ક્ષેત્રમાં પડકારો અને સમસ્યાઓ અંગે રજૂઆત કરવાની તક પણ આપવામાં આવી હતી, જેથી યોગ્ય ઉકેલ લાવી શકાય. આ સમીક્ષા બેઠકથી જિલ્લામાં આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande