


પોરબંદર, 02 મે (હિ.સ.)સ્થાનિક સ્વરાજયની ચુંટણીમા પોરબંદર જીલ્લામા પોરબંદર મનપા, જીલ્લા પંચાયત, પોરબંદર,રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયતામા ભાજપનો ભવ્ય વિજય થયો છે.ત્યારે ભાજપ દ્વારા પ્રમુખ, ઉપ્રમુખ સહિતના પદાધિકારીની નિમંણૂક માટે આજે અટલ ભવન ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામા આવી હતી જેમા સેન્સ માટે નિયકત કરેલા ભાજપના આગેવાન રજનીભાઈ પટેલ, પુષ્પાબેન ઠાકોર અને ગૌરાંગ પટેલ દ્રારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામા આવી હતી તેમની સાથે પોરબંદર જીલ્લા ભાજપના પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, મહામંત્રી પ્રવિણભાઇ ખોરાવા તેમજ પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર મહાનગરના પ્રથમ પ્રમુખ કોણ બનશે તેમને લઇ ચર્ચા જોવા મળી રહી છે.ત્રણથી ચાર નામ હાલ ચર્ચામા છે તેમાંથી કોણી પસંદગી થશે તેને લઈ રાજકીય અટકળો શરૂ થઈ છે. પોરબંદર જીલ્લા પંચાયતામા પ્રથમ અઢી વર્ષ મહિલા અનામત હોવાથી પ્રમુખ પદ માટે જીલ્લા પંચાયતમા ચુંટાયેલી મહિલાઓ પણ પ્રમુખ પદ માટે ઉમેદવારી માટે આવી હતી.
પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા ત્રણ તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદા માટે પણ અનેક લોકોએ દાવેદારી કરી હતી સેન્સ પ્રક્રિયા માટે આવેલા રજનીભાઈ પટેલે એવુ જણાવ્યુ હતુ કે હાલ દાવેદારી કરનાર ચુંટાયેલા પ્રતિનિધિની તેમજ સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી એક રીપોર્ટ તૈયાર કરવામા આવશે ત્યાર બાદ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ દ્રારા પ્રમુખ સહિતના હોદદારોના નામ નકિક થશે.હાલ તો પ્રમુખ પદ માટેની દાવેદારીને લઇ અનેક લોકોના મનમા લડુ ફુટયા હોવાની ચર્ચા જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya