પોરબંદરના રામવાવ નજીક થયેલ અકસ્માતમાં કાર ચાલક સામે ફરિયાદ
પોરબંદર, 02 મે (હિ.સ.) : પોરબંદર-અડવાણા રોડ પર રામવાવ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. જેમા ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા, આ અકસ્માતની ઘટનામા કાર ચાલક સામે ફરીયાદ નોંધાઈ છે. પોરબંદરના આશાપુરા ચોકડી ખાતે રહેતા દેવાભાઈ રામદેભાઈ ગોઢાણીયાએ
પોરબંદરના રામવાવ નજીક થયેલ અકસ્માતમાં કાર ચાલક સામે ફરિયાદ


પોરબંદર, 02 મે (હિ.સ.) : પોરબંદર-અડવાણા રોડ પર રામવાવ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. જેમા ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા, આ અકસ્માતની ઘટનામા કાર ચાલક સામે ફરીયાદ નોંધાઈ છે. પોરબંદરના આશાપુરા ચોકડી ખાતે રહેતા દેવાભાઈ રામદેભાઈ ગોઢાણીયાએ બગવદર પોલીસે સ્ટેશનમા એવી ફરીયાદ નોંધાવી છે કે ફોર વ્હીલ કાર નં- જીજે-06-કેપી-9605 ચાલકે પોતાની કાર બે ફીકરાઈથી ચલાવી મોપેટના ગાડી જેના રજી.નં.જીજે-10-બીપી-8347ને ઠોકર મારી દેવાભાઈ અને તેમના ચાર વર્ષના પુત્ર રવિને ઇજા પહોંચાડી હતી તેમજ મોપડેની પાછળ આવતા અન્ય એક બાઈક રજી.નં.જીજે-25-એસ-3556ને પણ ઠોકર મારી લાખણશીભાઈ વજશીભાઈ મોઢવાડીયાને ઇજા પહોંચાડી હતી. આ મામલે બરડા પંથકના બગવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande