
અમરેલી, 02 મે (હિ.સ.) :
સાવરકુંડલા ખાતે જનસંપર્ક અટલધારા કાર્યાલયમાં ધારાસભ્ય મહેશ કસવાલાના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટોની પ્રગતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ તેમજ સંગઠનના હોદેદારો હાજર રહ્યા હતા. વિવિધ પ્રોજેક્ટોમાં માર્ગ-મરામત, પાણી પુરવઠા, સફાઈ વ્યવસ્થા અને નગરના આધુનિક વિકાસને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્યએ તમામ પ્રોજેક્ટોને સમયસર પૂર્ણ કરવા તથા ગુણવત્તા જાળવવા ખાસ સૂચનો આપ્યા હતા.
તેમણે અધિકારીઓને જનહિતના કાર્યોને પ્રથમ પ્રાથમિકતા આપવા અને લોકોની સમસ્યાઓનો ઝડપી ઉકેલ લાવવા ભાર મુક્યો હતો. સાથે જ ચાલી રહેલા પ્રોજેક્ટોમાં વિલંબ ન થાય તે માટે સતત મોનીટરીંગ રાખવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી. આ બેઠકથી સાવરકુંડલા વિસ્તારમાં વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, તેમજ લોકો માટે સુવિધાઓમાં સુધારો થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai