
પાટણ, 02 મે (હિ.સ.)હારીજ ITIના 35 વિદ્યાર્થીઓને વિઠલાપુર નજીક કરસનપુરા ગામમાં આવેલી સુબ્રોસ લિમિટેડ કંપનીમાં 150 કલાકની તાલીમ માટે મોકલવામાં આવ્યા છે, જે આવતીકાલથી શરૂ થશે. આ તાલીમ તેમના અભ્યાસક્રમનો મહત્વનો ભાગ છે. આ અભ્યાસક્રમ વિધાર્થીઓ માટે ખૂબ જ મહત્વ નો માનવામાં આવે છે.
વિદ્યાર્થીઓ ફીટર, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, સોલાર ટેકનિશિયન અને ડીઝલ મિકેનિકલ જેવા વિવિધ ટ્રેડમાં અભ્યાસ કરી રહ્યા છે, અને આ ટ્રેનિંગ દ્વારા તેમને વ્યવહારિક અનુભવ પ્રાપ્ત થશે. જેના દ્વારા તેમની કારકિર્દી ઉજ્જવળ થવાના એંધાણ છે.
ગુરુવારે પ્રિન્સિપાલ મિતુલભાઈ ચૌધરી અને સ્ટાફના સભ્યો વિદ્યાર્થીઓ સાથે ગયા હતા અને રહેવા-જમવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી. કંપની દ્વારા વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે, જેને લઈ વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ