પોરબંદરના બરડા પંથકના 9 લોકો સાથે સવા બે કરોડની છેતરપીંડી
પોરબંદર, 02 મે (હિ.સ.) : પોરબંદર જિલ્લામા છેતરપીંડીના કેસ સામાન્ય બની ગયા છે.ત્યારે બે કરોડથી વધુ રકમની છેતરપીંડીની ફરીયાદ નોંધાતા ભારે ચર્ચા જાગી છે. બરડા પંથકના નવ જેટલા લોકોને સરકારી જમીનની માપણી કરાવી તેમના નામે કરાવી આપવા ઉપરાંત સ્વરક્ષણનુ લાય
પોરબંદરના બરડા પંથકના 9 લોકો સાથે સવા બે કરોડની છેતરપીંડી


પોરબંદર, 02 મે (હિ.સ.) : પોરબંદર જિલ્લામા છેતરપીંડીના કેસ સામાન્ય બની ગયા છે.ત્યારે બે કરોડથી વધુ રકમની છેતરપીંડીની ફરીયાદ નોંધાતા ભારે ચર્ચા જાગી છે. બરડા પંથકના નવ જેટલા લોકોને સરકારી જમીનની માપણી કરાવી તેમના નામે કરાવી આપવા ઉપરાંત સ્વરક્ષણનુ લાયસન્સ કરાવી આપવાનુ કહી છેતરપીંડી કરવામા આવી છે.

પોરબંદરના બખરલા ગામે રહેતા પોપટભાઈ ખુંટીએ બગવદર પોલીસ સ્ટેશનમા એવી ફરીયાદ નોંધાવી છે. તેમના સહિત નવ લોકોને સરકારીની જમીનની માપણી કરાવી આઠ વીધા જમીન તેમના નામે કરાવી આપવા માટે તેમજ સ્વરક્ષણનુ લાયસન્સ કઢાવી આપવાનુ કહી છેતરપીંડી કરવામા આવી છે. જેમા જસદણ ખાતે રહેતા રસીક માલકીયા, કાન્તી મકવાણા અને સુખા માલકીયા નામના શખ્સોએ પોપટભાઈ ખુંટી પાસેથી સરકારી જમીનની માપણી કરવી આપવા રૂ.8,50,000 તેમજ હથિયાર લાયસન્સ કઢાવી આપવાનુ કહી રૂ.2,50,000ની રકમ તથા અન્ય રૂ.3,50,000 મળી કુલ રૂ.14,50,000ની રકમ તેમજ અન્ય આઠ લોકો પાસેથી સરકારી જમીન તેમના નામે કરાવી આપવા તેમજ હથિયાર લાયન્સ કઢાવી આપવાનુ ३.2,21,300 મળી કુલ કી. 2,35,82,300-ની છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા બગવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande