
ગીર સોમનાથ, 02 મે (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના કોડિનારતાલુકાના મિતિયાજ ગામે પતિ સરપંચ અને પત્ની તાલુકા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાયા છે. મિત્યાજ ગામના યુવા કાર્યકર ખેડૂત મંડળના પ્રતિનિધિ સૂરપાલ ભાઈ બારડ તાલુકામાં ખાતરની અછત હોય, યાર્ડનો ખેડૂતોનો પ્રશ્ન હોય કે ખાંડ ફેક્ટરીની ખેડૂતોની લડાઈ હોય તેઓ સદા અગ્રેસર હોય છે. તેઓ ૯ મહિના પહેલા મિત્યાજ ગામના સરપંચ તરીકે ચૂંટાયા બાદ ગામનો વિકાસની કામગીરીમાં લાગી ગયા. રાત્રે પંચાયત ઓફિસ ખુલ્લી રાખી ગામ લોકોના કામ કરતા હાલ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ચૂંટણીમાં મિત્યાજ બેઠક ઉપરથી ગામ લોકો દ્વારા સૂરપાલ બારડના પત્ની નયનાબેન સૂરપાલ ભાઈ બારડની પસંદગી કોગ્રેસમાંથી કરવામાં આવી જે ૨૧૧૬ મત મેળવી જીતી ગયા એટલે કોડિનાર તાલુકાના મિત્યાજ ગામે પતિ સરપંચ પત્ની તાલુકા પંચાયતના સદસ્ય બન્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ