કોડીનાર જંગલી ભૂંડના ત્રાસ થી ખેડૂતો ના શેરડી તેમજ અન્ય પાકોના નુકસાનને લઈને પત્ર લખ્યો
ગીર સોમનાથ, 02 મે (હિ.સ.) કોડીનાર પંથકમા ખેડૂતો ના શેરડી ના પાક તેમજ અન્ય પાકો મા જંગલી ભૂંડ નો ત્રાસ હોવાથી ભૂંડ નું ખસીકરણ કરવા તેમજ ખેડૂતો ના હિતમાં યોગ્ય ઉપાય કરવા મિતીયાજ ગામના ખેડૂત આગેવાન સરપંચ સુરપાલસિહ બારડ એ, ગુજરાત રાજ્ય ના વન મંત્રી અર્
કોડીનાર જંગલી ભૂંડના ત્રાસ થી ખેડૂતો ના શેરડી તેમજ અન્ય પાકોના નુકસાનને લઈને પત્ર લખ્યો


ગીર સોમનાથ, 02 મે (હિ.સ.) કોડીનાર પંથકમા ખેડૂતો ના શેરડી ના પાક તેમજ અન્ય પાકો મા જંગલી ભૂંડ નો ત્રાસ હોવાથી ભૂંડ નું ખસીકરણ કરવા તેમજ ખેડૂતો ના હિતમાં યોગ્ય ઉપાય કરવા મિતીયાજ ગામના ખેડૂત આગેવાન સરપંચ સુરપાલસિહ બારડ એ, ગુજરાત રાજ્ય ના વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ને લખ્યો. કોડીનાર પંથકમાં લાંબા સમયથી ખેડૂતો ના દરેક પાકો મા જંગલી ભૂંડ એ હાહાકાર મચાવી ખેડૂતો ના શેરડી તેમજ અન્ય પાકો નો ધનોતપનોત કાઢી નાખવામાં આવે છે, ત્યારે કોડીનાર તાલુકાના ખેડૂત સંગઠનો તેમજ મિતીયાજ ગામના ખેડૂત આગેવાન સરપંચ સુરપાલસિહ બારડ દ્વારા અગાઉ ના સમયમાં સરકાર તેમજ તંત્ર, જવાબદાર અધિકારીઓ ને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ કોઈ નિકાલ ન થતાં આખરે ફરીથી મિતીયાજ ગામના સરપંચ સુરપાલસિહ બારડ એ ગુજરાત રાજ્ય ના મંત્રીઓ ને આ બાબતે ધારદાર રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતો ના પાક તૈયાર કરવા રાત દિવસ એક કરે છે, પરંતુ પાક તૈયાર થાય ત્યારે જંગલી ભૂંડ નો આંતર ચાલુ થાય જેથી ખેડૂતો ના મોઢે આવેલો કોળીયો છીનવાઇ જાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande