પાલીતાણા એસટી ડેપો ખાતે ગુજરાત સ્થાપના દિન અને શ્રમિક દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ
ભાવનગર, 02 મે (હિ.સ.)પાલીતાણા એસટી સ્ટેન્ડ ખાતે ૧લી મે એટલે કે ગુજરાતનો ૬૬મો સ્થાપના દિવસ અને આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. એસટી વિભાગ દ્વારા મુસાફરો અને સફાઈ કર્મચારીઓનું સન્માન કરી સામાજિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરુ
ભાવનગર


ભાવનગર, 02 મે (હિ.સ.)પાલીતાણા એસટી સ્ટેન્ડ ખાતે ૧લી મે એટલે કે ગુજરાતનો ૬૬મો સ્થાપના દિવસ અને આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. એસટી વિભાગ દ્વારા મુસાફરો અને સફાઈ કર્મચારીઓનું સન્માન કરી સામાજિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.જે કાર્યક્રમ દરમિયાન પાલીતાણા ડેપો મેનેજર (DEM) વસાવા , ATI મહેન્દ્રસિંહ ગોહિલ, રામદેવસિંહ ગોહિલ, અને પ્રદીપસિંહ ગોહિલ સહિતના સ્ટાફ દ્વારા મુસાફરોનું પુષ્પગુચ્છ આપી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાળઝાળ ગરમીમાં મુસાફરોને રાહત મળે તે હેતુથી ડેપો પર ઠંડી છાશના વિતરણની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસ નિમિત્તે ડેપોના એ તમામ સફાઈ કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જેઓ દિવસ-રાત મહેનત કરીને એસટી બસો અને ડેપો પરિસરને સ્વચ્છ રાખે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, શ્રમિકોના પરસેવાથી જ સંસ્થાઓ ગતિશીલ રહે છે અને ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે અમે મુસાફરોને આવકાર્યા છે અને ડેપોને નંદનવન બનાવતા અમારા સફાઈ કર્મીઓનું ઋણ સ્વીકાર્યું છે અને માત્ર કર્મચારીઓ જ નહીં, પરંતુ જે મુસાફરો બસમાં મુસાફરી દરમિયાન સ્વચ્છતા જાળવવામાં સહકાર આપે છે તેમને પણ ડેપો વહીવટી તંત્ર દ્વારા બિરદાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં એસટી કર્મચારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત સ્થાપના દિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande