જામનગર શહેરમાં જૂની અદાવતમાં ચોકીદાર યુવક ઉપર હુમલો કરી ખૂનની ધમકી
જામનગર, 02 મે (હિ.સ.) : જામનગર શહેરના સુમરાચાલી વિસ્તારમાં જૂની બોલાચાલીનો ખાર રાખી એક ચોકીદાર યુવાન પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. આ મામલે ફરિયાદ બાદ સીટી ‘એ’ ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્ય
ધમકી


જામનગર, 02 મે (હિ.સ.) : જામનગર શહેરના સુમરાચાલી વિસ્તારમાં જૂની બોલાચાલીનો ખાર રાખી એક ચોકીદાર યુવાન પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. આ મામલે ફરિયાદ બાદ સીટી ‘એ’ ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગેની મળતી માહિતી મુજબ શહેરના ચુનાના ભઠ્ઠા વિસ્તારમાં ઢોલિયાપીરની દરગાહ પાસે રહેતાં કાદરભાઇ કાસમભાઇ સાકી (ઉ.વ.40) નામના યુવાને આરોપી ખાલિદ યુસુફભાઇ ખફી (રહે.સુમરાચાલી, જામનગર) નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જેની જાણ મુજબ ગત્ તા. 27/04/2026ના રોજ બપોરે આશરે દોઢ વાગ્યાના સમયગાળા દરમિયાન ફરિયાદી ખફી હોટલ પાસે, સુમરાચાલી વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો. દરમિયાન જૂની અદાવત રાખી આરોપી દ્વારા તેમને રોકી ગાળો આપી બે જાપટ મારી મારપીટ કરી હતી. વધુમાં જ્યાં મળીશ ત્યાં જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી જેથી સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

આ બનાવ અંગે સીટી ‘એ’ ડિવિઝન પોલીસે કાદરભાઇની ફરિયાદના આધારે આરોપી ખાલિદ સામે ભારતીય ન્યાય સંહિતા કલમ 115(2), 352 અને 351(3) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande