ડુંગર ઉપર બિરાજિત ખોડિયાર માતાજી: મોટા ઝીંઝુડા ગામનું અદભૂત આસ્થાધામ
અમરેલી, 02 મે (હિ.સ.)અમરેલી જિલ્લામાં અનેક ધાર્મિક અને આસ્થાના કેન્દ્રો આવેલા છે, જેમાં ખાસ કરીને સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામમાં ડુંગર ઉપર બિરાજિત ખોડિયાર માતાજીનું મંદિર વિશેષ મહત્વ ધરાવે છે. આ મંદિર માત્ર ધાર્મિક સ્થળ જ નહીં, પરંતુ શાંતિ
ડુંગર ઉપર બિરાજિત ખોડિયાર માતાજી: મોટા ઝીંઝુડા ગામનું અદભૂત આસ્થાધામ.........


ડુંગર ઉપર બિરાજિત ખોડિયાર માતાજી: મોટા ઝીંઝુડા ગામનું અદભૂત આસ્થાધામ.........


ડુંગર ઉપર બિરાજિત ખોડિયાર માતાજી: મોટા ઝીંઝુડા ગામનું અદભૂત આસ્થાધામ.........


અમરેલી, 02 મે (હિ.સ.)અમરેલી જિલ્લામાં અનેક ધાર્મિક અને આસ્થાના કેન્દ્રો આવેલા છે, જેમાં ખાસ કરીને સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામમાં ડુંગર ઉપર બિરાજિત ખોડિયાર માતાજીનું મંદિર વિશેષ મહત્વ ધરાવે છે. આ મંદિર માત્ર ધાર્મિક સ્થળ જ નહીં, પરંતુ શાંતિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક આનંદનો અનોખો અનુભવ કરાવતું આસ્થાધામ બની ગયું છે.

મોટા ઝીંઝુડા ગામ સાવરકુંડલા તાલુકાના જેસર રોડ પર આશરે 10 કિલોમીટર દૂર આવેલું છે. અહીંથી લગભગ 2 કિલોમીટર દૂર એક ઊંચા ડુંગર પર ખોડિયાર માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિર લગભગ 300 વર્ષ જૂનું માનવામાં આવે છે અને રાજાશાહી સમયથી અહીં આસ્થા જળવાઈ છે. મંદિરનું વિશેષ આકર્ષણ એ છે કે અહીં ખોડિયાર માતાજી સાથે સાત બહેનોના બેસણા આવેલાં છે, જે ભક્તો માટે વિશેષ પૂજનીય છે.

ચંદુ પરી ગોસ્વામીના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા ઘણા વર્ષોથી અહીં સેવા અને પૂજા અર્ચના કરી રહ્યા છે. આ ડુંગર ગામના દરબાર ગબરુભાઈ ટપુભાઈ ચાંદુ તેમજ ધીરુભાઈ ગબરુભાઈ ચાંદુ દ્વારા મંદિર માટે આપવામાં આવ્યો હતો. છેલ્લા 30 વર્ષથી અહીં સતત ભક્તિભાવ સાથે સેવા કાર્ય ચાલું છે.

મંદિરનું વાતાવરણ અત્યંત શાંત અને પ્રેરણાદાયક છે. ડુંગર ઉપરથી આસપાસના કુદરતી દ્રશ્યો ભક્તોને મંત્રમુગ્ધ કરી દે છે. અહીં આવનારા દરેક વ્યક્તિને માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતોષનો અનુભવ થાય છે.

વિશેષ કરીને રવિવારના દિવસે સાવરકુંડલા શહેર તેમજ આસપાસના ગામડાંઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટી પડે છે. સાંજના સમયે ભક્તો પૂજા અર્ચના કરવા આવે છે અને ડુંગર ઉપર એક અનોખી ભક્તિભાવનાનો માહોલ સર્જાય છે. આ દિવસે અહીં માનવ મહેરામણ જોવા મળે છે.

આ રીતે મોટા ઝીંઝુડા ગામનું ખોડિયાર માતાજીનું મંદિર અમરેલી જિલ્લામાં એક મહત્વપૂર્ણ આસ્થાના કેન્દ્ર તરીકે ઓળખાય છે, જ્યાં ભક્તિ, શાંતિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande