સાવરકુંડલા નજીક નેશનલ હાઇવે પર બપોરે સિંહનો વિહાર, ગરમી વચ્ચે રોડ ક્રોસ કરતાં દ્રશ્યો કેદ
અમરેલી, 02 મે (હિ.સ.) : મહુવા–સાવરકુંડલા–અમરેલી નેશનલ હાઇવે પર સાવરકુંડલા નજીક બપોરના કાળજાળ તાપમાં એક સિંહ રોડ ક્રોસ કરતો જોવા મળતાં વાહનચાલકોમાં ચકચાર મચી હતી. ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે સિંહનો આ રીતે ખુલ્લા હાઇવે પર દેખાવો અસામાન્ય માનવામાં આવી ર
સાવરકુંડલા નજીક નેશનલ હાઇવે પર બપોરે સિંહનો વિહાર, ગરમી વચ્ચે રોડ ક્રોસ કરતાં દ્રશ્યો કેદ


અમરેલી, 02 મે (હિ.સ.) :

મહુવા–સાવરકુંડલા–અમરેલી નેશનલ હાઇવે પર સાવરકુંડલા નજીક બપોરના કાળજાળ તાપમાં એક સિંહ રોડ ક્રોસ કરતો જોવા મળતાં વાહનચાલકોમાં ચકચાર મચી હતી. ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે સિંહનો આ રીતે ખુલ્લા હાઇવે પર દેખાવો અસામાન્ય માનવામાં આવી રહ્યો છે. સ્થળ પરથી પસાર થતા કેટલાક લોકોએ આ દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા, જે વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સિંહ નિર્ભય રીતે રોડ પાર કરતો દેખાય છે, જ્યારે કેટલાક વાહનો થોડા સમય માટે રોકાઈ ગયા હતા.

વનવિભાગના સૂત્રો મુજબ, ગરમીના દિવસોમાં પાણી અને શિકારની શોધમાં સિંહો ક્યારેક જંગલ વિસ્તાર બહાર આવી જતા હોય છે. આથી હાઇવે અને ગામની આસપાસ સાવચેતી રાખવી જરૂરી છે. વનવિભાગે વાહનચાલકોને અપીલ કરી છે કે આવા સમયે ગતિ ધીમી રાખવી, સિંહને નજીકથી જોવાનો પ્રયાસ ન કરવો અને અનાવશ્યક રીતે ભેગા ન થવું. આ ઘટનાને પગલે વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને માનવ-વન્યજીવન વચ્ચે સંતુલન જળવાઈ રહે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande