પાટણ–સિદ્ધપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના વિજેતા ઉમેદવારોની યાદી રાજ્ય સરકારના ગેઝેટમાં પ્રસિદ્ધ, પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટણી પ્રક્રિયા તેજ
પાટણ, 02 મે (હિ.સ.)પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના વિજેતા ઉમેદવારોની યાદી રાજ્ય સરકારના ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ સાથે બંને પાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. પાટણના 44 અને સિદ્ધ
પાટણ–સિદ્ધપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના વિજેતા ઉમેદવારોની યાદી રાજ્ય સરકારના ગેઝેટમાં પ્રસિદ્ધ, પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટણી પ્રક્રિયા તેજ


પાટણ, 02 મે (હિ.સ.)પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના વિજેતા ઉમેદવારોની યાદી રાજ્ય સરકારના ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ સાથે બંને પાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે.

પાટણના 44 અને સિદ્ધપુરના 36 ચૂંટાયેલા ઉમેદવારોના નામોને રાજ્ય સરકારના રાજપત્રમાં સામેલ કરીને સત્તાવાર રીતે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ જાહેરાત ગુજરાત નગરપાલિકા (ચૂંટણી) નિયમો-1994 ના નિયમ-68 હેઠળ કરવામાં આવી છે.

પાટણ નગરપાલિકાની 11 વોર્ડની ચૂંટણી 26 એપ્રિલ, 2026ના રોજ યોજાઈ હતી. પરિણામોના આધારે કાઉન્સિલરોની સત્તાવાર યાદી જાહેર થતા હવે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટેનો માર્ગ ખુલ્લો થયો છે.

આગામી તબક્કામાં રાજ્ય ચૂંટણી પંચ રાજ્ય સરકાર સાથે સંકલન કરીને પાટણ, સિદ્ધપુર સહિતની નગરપાલિકાઓમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીની તારીખો જાહેર કરશે. પાટણમાં પ્રમુખ પદ માટે રોસ્ટર મુજબ પ્રથમ અઢી વર્ષ માટે બક્ષીપંચ મહિલા પ્રમુખ બનશે.

ગેઝેટ પ્રસિદ્ધ થયા બાદ પાટણ કલેક્ટર એજન્ડા જાહેર કરશે અને નક્કી કરાયેલ તારીખે અધિકારીઓની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાશે. ઈ-સરકાર પોર્ટલના કારણે હવે ગેઝેટ માત્ર 2 દિવસમાં ઉપલબ્ધ થતાં પ્રક્રિયા વધુ ઝડપી બની છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande