
મહેસાણા, 02 મે (હિ.સ.) :
મહેસાણા શહેરની સિવિલ જનરલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા જન્મદિવસની અનોખી અને સેવાભાવી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની મુલાકાત લઈને તેમને ફળ (ફ્રુટ) વિતરણ કર્યું અને માનવસેવાનો સંદેશ આપ્યો. કાર્યક્રમ દરમિયાન મહેસાણા જિલ્લા ભાજપના અધ્યક્ષ ગીરીશભાઈ રાજગોર, રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક તેમજ સંગઠનના અન્ય પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ દર્દીઓ સાથે વાતચીત કરી તેમની તબિયત અંગે ખબર-અંતર પૂછ્યા અને તેઓના ઝડપી સ્વાસ્થ્ય લાભ માટે શુભેચ્છાઓ પાઠવી.
આ અવસરે ધારાસભ્યએ જણાવ્યું કે જન્મદિવસ જેવી ખુશીની ક્ષણોને સમાજસેવા સાથે જોડવાથી જીવન વધુ અર્થપૂર્ણ બને છે. દર્દીઓને ફળ વિતરણ કરીને તેમની સારવાર દરમિયાન થોડી ખુશી અને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ સેવા પ્રવૃત્તિથી હોસ્પિટલમાં રહેલા દર્દીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. સાથે જ સમાજમાં સેવાભાવ અને માનવતાનું મહત્વ ઉજાગર થતું સકારાત્મક સંદેશ પણ પ્રસરી ગયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR