ભાવનગરમાં માતૃ ભક્તિ સેવા મંડળ દ્વારા નિરાધાર વિધવાઓને કીટ વિતરણ : માનવતા અને સેવાનો અનોખો ઉપક્રમ
ભાવનગર, 02 મે (હિ.સ.) : માતૃ ભક્તિ સેવા મંડળ દ્વારા શુક્રવારે એક સેવાભાવી અને પ્રેરણાત્મક કાર્યરૂપે નિરાધાર તથા અસહાય વિધવા માજીઓને જીવન જરૂરિયાતની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સેવા પ્રવૃત્તિ હેઠળ દર મહિને આશરે 110 જેટલી વિધવા બહેનોને સહાય
ભાવનગર


ભાવનગર, 02 મે (હિ.સ.) : માતૃ ભક્તિ સેવા મંડળ દ્વારા શુક્રવારે એક સેવાભાવી અને પ્રેરણાત્મક કાર્યરૂપે નિરાધાર તથા અસહાય વિધવા માજીઓને જીવન જરૂરિયાતની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સેવા પ્રવૃત્તિ હેઠળ દર મહિને આશરે 110 જેટલી વિધવા બહેનોને સહાયરૂપ થતી આવશ્યક ચીજવસ્તુઓ આપવામાં આવે છે, જે તેમના દૈનિક જીવનમાં મોટી મદદરૂપ બને છે.

આ કીટમાં 5 કિલો ઘઉંનો લોટ, 1 લિટર સીંગતેલ, 1.25 કિલો ખીચડી, 1 કિલો મીઠું, 500 ગ્રામ મરચું, 500 ગ્રામ ધાણા-જીરૂ, 250 ગ્રામ હળદર, 500 ગ્રામ ગોળકેરીનું અથાણું, 500 ગ્રામ ખાટું ગુંદાનું અથાણું, 250 ગ્રામ ચા, 250 ગ્રામ જીણા ગાંઠિયા, 1 કિલો ખાંડ, બિસ્કિટ, ખાખરા, ટોસ્ટ, ખારી, સેવ મમરા તથા સામાન ભરવા માટેનો થેલો સહિત કુલ જરૂરી ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત માજીઓ અને મહેમાનો માટે પાણીપુરીના નાસ્તાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે, જે પ્રસંગને વધુ ઉષ્માભર્યો બનાવે છે.

આ સેવા કાર્યને સફળ બનાવવા માટે સમીરભાઈ, તૃપ્તિબેન, વિશ્વા, હંસાબેન, વિશાલભાઈ, અશોકભાઈ, જયેશાબેન, રેખાબેન, ભૂમિબેન, ભાવનાબેન, કેતનભાઈ, જોનભાઈ, દિલીપભાઈ, નિલેશભાઈ, કલ્પાબેન, અમિબેન, પાર્થભાઈ, જપનભાઈ, નિલેશભાઈ બગડીયા, દૃષ્ટિબેન, રૂહી, વિયાંશી, અશ્વિનભાઈ, ડિમ્પલબેન, શિલાબેન, નયનાબેન સહિત અનેક દાતાઓનો સહકાર મળ્યો છે. આવો ઉપક્રમ માત્ર સહાય પૂરતો સીમિત નથી, પરંતુ અનેક લોકોના જીવનમાં આશા અને આનંદનું સંચાર કરે છે. આ એક એવું પ્રેરણાત્મક નિમિત્ત છે, જે માનવતાની સુગંધ ફેલાવી સમાજને એકતા અને સહકારનો સંદેશ આપે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande