તેરા તુજકો અર્પણ હેઠળ મહેસાણા પોલીસની સરાહનીય કામગીરી, લાખોની મિલકત માલિકોને પરત
મહેસાણા, 02 મે (હિ.સ.) : મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા એક માસ દરમિયાન NCCRP અરજીના આધારે થયેલ રિફંડની કુલ રકમ રૂપિયા ૨,૬૫,૮૦૦ જેટલી માલિકોને પરત કરવામાં આવી છે
તેરા તુજકો અર્પણ” હેઠળ મહેસાણા પોલીસની સરાહનીય કામગીરી, લાખોની મિલકત માલિકોને પરત


મહેસાણા, 02 મે (હિ.સ.) :

મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા એક માસ દરમિયાન NCCRP અરજીના આધારે થયેલ રિફંડની કુલ રકમ રૂપિયા ૨,૬૫,૮૦૦ જેટલી માલિકોને પરત કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં પણ સફળતા મેળવી છે. એક માસ દરમિયાન ગુમ થયેલા કુલ ૧૦ એન્ડ્રોઇડ મોબાઈલ ફોન, જેની કુલ કિંમત રૂપિયા ૨,૪૬,૩૯૩ થાય છે, તેઓને તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. પોલીસની આ કામગીરીથી નાગરિકોમાં વિશ્વાસ વધ્યો છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સાયબર ક્રાઈમ અને ગુમ થયેલી મિલકત અંગે મળતી ફરિયાદો પર તાત્કાલિક અને ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. NCCRP પોર્ટલના ઉપયોગથી છેતરપિંડીના કેસોમાં રિફંડ મેળવવામાં પણ સહાય મળી રહી છે. આ પહેલનો મુખ્ય હેતુ નાગરિકોની ગુમ થયેલી મિલકત પરત કરવી અને તેમને ઝડપી ન્યાય આપવાનો છે. પોલીસ તંત્ર દ્વારા આવનારા સમયમાં પણ આવી જ કામગીરી ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી છે, જેથી જનતા સાથે વિશ્વાસનો સંબંધ વધુ મજબૂત બને.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande