મંત્રી કૌશિક વેકરિયા યુવાઓ સાથે મેદાનમાં: “શેલ કાઠા પાટીદાર પ્રિમિયર લીગ 2026”માં ઉત્સાહભેર જોડાયા
અમરેલી,, 02 મે (હિ.સ.) : “શેલ કાઠા પાટીદાર પ્રિમિયર લીગ 2026”માં યુવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે મંત્રી કૌશિક વેકરિયા પોતે મેદાનમાં ઉતરી યુવાઓ સાથે ક્રિકેટ રમતા નજરે પડ્યા, જેના કારણે ખેલાડીઓમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થયો હ
મંત્રી કૌશિક વેકરિયા યુવાઓ સાથે મેદાનમાં: “શેલ કાઠા પાટીદાર પ્રિમિયર લીગ 2026”માં ઉત્સાહભેર જોડાયા


મંત્રી કૌશિક વેકરિયા યુવાઓ સાથે મેદાનમાં: “શેલ કાઠા પાટીદાર પ્રિમિયર લીગ 2026”માં ઉત્સાહભેર જોડાયા


અમરેલી,, 02 મે (હિ.સ.) : “શેલ કાઠા પાટીદાર પ્રિમિયર લીગ 2026”માં યુવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે મંત્રી કૌશિક વેકરિયા પોતે મેદાનમાં ઉતરી યુવાઓ સાથે ક્રિકેટ રમતા નજરે પડ્યા, જેના કારણે ખેલાડીઓમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થયો હતો. શેલ-દેદુમલ નદીના પવિત્ર કિનારે વસેલા લાખાપાદર, ધારાગણી, રૂગનાથપુર ખોડી, હાથસણી, દિતલા, નેસડી, નાના સમઢિયાળા, કરજાળા અને સીમરન જેવા ગામોના પાટીદાર યુવાનો આ ટૂર્નામેન્ટમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. આ આયોજનનો મુખ્ય હેતુ યુવાઓમાં એકતા વધારવી અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાનો રહ્યો હતો.

મંત્રીએ યુવાઓને સંબોધતા જણાવ્યું કે રમતગમત માત્ર મનોરંજન માટે નહીં, પરંતુ શારીરિક અને માનસિક વિકાસ માટે પણ મહત્વપૂર્ણ છે. તેમણે યુવાનોને નિયમિત રમતગમતમાં જોડાવા પ્રોત્સાહિત કર્યા હતા. આ ટૂર્નામેન્ટમાં ગામોના ખેલાડીઓએ ખેલદિલીપૂર્વક ભાગ લઈને “સંગઠન એજ શક્તિ”ના મંત્રને સાચા અર્થમાં સાકાર કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન એકતા, રમતિયાળ ભાવના અને સમાજમાં જોડાણની સુંદર ઝલક જોવા મળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande