
પોરબંદર, 02 મે (હિ.સ.)પોરબંદરના યુવાઓને રોજગાર અને કારકિર્દી માટે પોરબંદર જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે.
પોરબંદરનાયુવાઓને રોજગાર અને કારકિર્દી માટે નવી તકો પૂરી પાડવાના હેતુથી 11-પોરબંદર લોકસભાનાસાંસદ અને ભારત સરકારના કેબિનેટ મંત્રી ડો. મનસુખ માંડવિયા દ્વારા પોરબંદર જોબ ફેરનું આયોજન થશે.આ પહેલનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને સશક્ત બનાવવાનો અને તેના કૌશલ્યને યોગ્ય રોજગારનીતકો આપવાનો છે.
બે દિવસીય જોબ ફેરમાં 20 થી વધુ ઉદ્યોગોની 200 થી વધુ અગ્રણી કંપનીઓ ભાગ લેશે, જેમાં હજારો રોજગાર તકો ઉપલબ્ધ થશે.આઇટી સેકટર, રિન્યુબલએનર્જી, ફૂડ સર્વિસ, એજ્યુકેશન, હેલ્થ, એગ્રિકલ્ચર અને લોજીસ્ટિકસહિતના વિવિધ ક્ષેત્રે રોજગારિના દ્વાર ખુલી રહ્યા છે.રોજગારી ઇચ્છુક યુવાનો માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા 01 મે 2026થી શરૂ થઈ ગઈ છે.રસ ધરાવતા ઉમેદવારો જોબફેરનીવેબસાઈટપર નોંધણી કરી શકે છે. આ જોબ ફેરમા ઉમેદવારોને ઓનલાઇન રજીસ્ટ્રેશન, પોતાની કુશળતા મુજબ નોકરી શોધવાની તક પુરી પાડવામાં આવી છે.વેબસાઈટ પર રજિસ્ટર થયેલ ઉમેદવારો શોર્ટલીસ્ટ થયા બાદ તેમનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને તેના આધારે ઓફર લેટર મેળવવાની સુવિધા પણ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya