પોરબંદરની સગીરના અપહરણ અને દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદની સજા
પોરબંદર, 02 મે (હિ.સ.) : પોરબંદરની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા સગીર વયની બાળા સાથેના અપહરણ અને દુષ્કર્મના જઘન્ય કેસમાં આરોપી ને આજીવન સખત કેદની સજા તથા કુલ 2,47,000નો દંડ ફટકારતો ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. ફરિયાદીની સગીર વયની દિકરી (ભોગ બનન
પોરબંદરની સગીરના અપહરણ અને દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદની સજા


પોરબંદર, 02 મે (હિ.સ.) : પોરબંદરની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા સગીર વયની બાળા સાથેના અપહરણ અને દુષ્કર્મના જઘન્ય કેસમાં આરોપી ને આજીવન સખત કેદની સજા તથા કુલ 2,47,000નો દંડ ફટકારતો ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. ફરિયાદીની સગીર વયની દિકરી (ભોગ બનનાર) તેણીની બેનપણી સાથે ટયુશનમાં જતી હતી ત્યારે રાણાવાવ સ્વામી નારાયણ સ્કુલવાળી ગલીમાં પહોંચેલ ત્યારે આ કામના આરોપી- આફરીન અસગર કાદરી હિરો સ્પેલેન્ડર પ્લસ મોટર સાયકલ લઈને આવેલ અને આ કામના ભોગ બનનારને કહેલ કે તેણીની માતાની તબિયત સારી નથી તેથી તેણીની માતાને દવાખાને દાખલ કરેલ છે જેથી ચાલો બેય મારી સાથે બેસી જાવ હું તમને દવાખાને મુકી જાવ તેવી ખોટી હકીકત જણાવી ભોગ બનનાર તથા તેણીની બેનપણી બન્નેને તાના મોટર સાયકલમાં બેસાડી લઈ ગયેલ અને કહેલ કે મારી પાસે છરી છે કાઇ બોલશો નહી ચુપચાપ બેસી આવો તેમ કહી ડરાવી-ધમકાવીને આ કામના ભોગ બનનારને ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી રાણાવાવ પાંવની સીમમાં અવાવરૂ જગ્યાએ લઈ જઈ ભોગ બનનારને કહેલ કે મારી સાથે શરીર સબંધ બાંધવો પડશે નહીંતર તમને બન્નેને બદનામ કરી જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપેલ અને પછી ભોગ બનનારને જાળી-જાંખરામાં લઇ જઈ તેણીની સાથે બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધેલ અને ત્યાર બાદ ભોગ બનનાર તથા તેણીની બેનપણી બન્નેને ઉષ્ઠ વેરાન જગ્યાએ મૂકી નાશી જઇ ગુન્હો આચરેલ હતો.

આરોપી આફરીન અસગર કાદરી, રહેઃ સાકળીવાડી બાગ તથા તેને ગુન્હો કરી ભાગવામાં મદદ કરનાર આરોપી- અવેશ ઉર્ફે મામદ મહમદહનીફ બાનવા, રહેઃ ખોજાવાડ રાણાવાવવાળા વિરુધ્ધ સરકારી વકીલ સુધિરસિંહ બી.જેઠવા દ્વારા કોર્ટમાં 58 દસ્તાવેજી પુરાવા તથા 18 સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પી.એચ. શર્મા દ્વારા પુરાવા અને દલીલો ધ્યાને લઈ મુખ્ય આરોપી આફરીન અસગર કાદરીને તકસીરવાન ઠેરવી આજીવન સખત કેદ તથા કુલ 2,47,000 દંડનો હુકમ કર્યો છે. ફરિયાદી વિરુદ્ધ જ કાર્યવાહીના આદેશ આ કામના ફરીયાદી તથા તેમના પત્નિ (એટલે કે ભોગ બનનારની માતા) ને સરકારી વકીલ દ્રારા તેમની કોર્ટ સમક્ષની જુબાની દરમિયાન ફરી ગયેલા જાહેર કરવામાં આવેલ હોય જે ધ્યાને લઈ સ્પે.પોકસો કોર્ટ દ્રારા ફરીયાદી તથા તેમના પત્નિ વિરુધ્ધ ક્રિમીનલ પ્રોસીઝર કોડ-1973 ની કલમ-344 મુજબની કાર્યવાહી કરવાનો હુકમ કરવામાં આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande