
પાટણ, 02 મે (હિ.સ.)ચાણસ્મા તાલુકાના મીઠી ધારીયાલ ગામે રામદેવપીરના મંદિરનો ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રામામંડળ અને સમસ્ત ગ્રામજનોના સહયોગથી ભવ્ય રીતે યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
મહોત્સવ દરમિયાન ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞ વિધિ કરવામાં આવી અને રામદેવપીરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સાથે મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું. રાત્રિના સમયે ભજનિકો દ્વારા સંતવાણી કાર્યક્રમ યોજાયો, જેમાં ભક્તોએ ભજન-કીર્તનનો આનંદ લીધો.
અંતિમ દિવસે રાત્રિ ભોજન પ્રસાદનું વિતરણ અને રામાપીરના જ્યોત પાટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધર્મપ્રેમી લોકોએ ભક્તિભાવપૂર્વક ભાગ લઈ દર્શનનો લ્હાવો મેળવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ